મોરબી તા.19
મોરબી નજીકના ગામ પાસે આવેલ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું
હતીં જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનારને
ચાર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
મોરબીમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની દીકરી સાથે વર્ષ 2019 માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને આરોપી રમેશભાઈ બાબુભાઇ મારવણીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ઘરે રમવા માટે આવેલ બાળકીને સાથે દુષ્કર્મ આચારવાની ઘટનાનો કેસ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો.
આ કેસમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ અને 18 મૌખિક પુરાવા તેમજ 26 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને તમામ આધાર પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેસની સજા ફટકારી છે અને 20 હજારનો દંડ કર્યો છે તેમજ ભોગ બનનારના પરિવારને ચાર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.