80-જામજોધપુર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંતભાઈ ખવાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

19 November 2022 12:19 PM
Jamnagar Politics
  • 80-જામજોધપુર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંતભાઈ ખવાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

80-જામજોધપુર-લાલપુરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી હેમંતભાઈ ખવાના જામજોધપુર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ફૂલનાથ મહાદેવના મહંત શ્રી સુંદરનાથ બાપુ તેમજ પંજાબ સરકારના આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રી સરવન સીંઘ ધૂનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે હેમંતભાઈ ખવાએ ખેડૂતો તેમજ શ્રમિકોને થઈ રહેલા અન્યાય સામે રોષ વ્યકત કરતા કહ્યું હતું કે વર્ષોથી ગરીબો, પીડિતો, માટે લડતા આવ્યા છીએ અને અન્યાયી શાસન સામે લડતા રહીશુ, પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો કે કેજરીવાલજીના નેતૃત્વમાં એક ઈમાનદાર સરકાર આપીશુ. આ તકે પંજાબના ધારાસભ્યશ્રી સરવન સીંઘ દ્વારા દિલ્લી અને પંજાબમાં આમ આદમીની સરકાર પ્રજાને કઈ કઈ સગવડો આપે છે તેના વિશે માહિતી આપી હતી, ગુજરાતમાં પણ આવી સગવડો આપવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી જરૂરી છે, પ્રજાનો જુસ્સો જોતા ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ તકે બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જામજોધપુરના ગઢવી સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવી, મોટી ગોપના બાબુભાઈ શીર, ઈશ્વરીયાના માયાભાઈ બડીયાવદરા, તેમના પાંચસોથી વધારે કાર્યકરો સાથે ભાજપ અને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement