માધવપુર (ઘેડ) ગામની મુખ્ય બજારમાં દબાણ

19 November 2022 12:20 PM
Porbandar
  • માધવપુર (ઘેડ) ગામની મુખ્ય બજારમાં દબાણ

પોરબંદર જિલ્લાના માધવપુર (ઘેડ) ગામની મુખ્ય બજાર મેળા જાપાથી ભગવાન માધવરાયજી મંદિર જતા માર્ગમાં એક તરફ શાકભાજી-ફળ ફ્રુટની લારીઓ બીજી તરફ આડેધડ બાઈક- વાહન પાર્કિંગથી બજારમાં પસાર થવું મુશ્કેલ બન્યું છે. છાસવારે એમ્બ્યુલન્સને પસાર થવામાં મુશ્કેલી પડે છે. પંચાયત અને પોલીસ તંત્ર તાકીદે માર્ગમાં ગેરકાયદે ઉભી રહેતી રેકડીઓ-વાહનો હટાવે તેવી માંગણી ઉઠવા પામી છે.
(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર/ઘેડ)


Advertisement
Advertisement
Advertisement