મોરબી તા.19
માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા વૃદ્ધ સવારે પોતાન ઘરે હતા ત્યારે તેના ઉપર દિવાલ તૂટીને પડતા ઇજાઓ થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ મેઘપર ગામે રહેતા જેસંગભાઈ ટપુભાઈ ડાંગર આહિર (ઉંમર 62) પોતાના ઘરે હતા ત્યારે તેના ઘરની દિવાલ તેના માથા અને શરીર ઉપર તૂટી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ હતા જોકે ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ હેડ કોન્સ્ટેબલ આર.એમ. ગરચર ચલાવી રહ્યા છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વિરાટ પાવભાજી પાસે બ્રિજના છેડા નજીક પગપાળા ચાલીને જઈ રહેલ યુવાનને બાઈક નંબર જીજે 36 એડી 1348 ના ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં યુવાનના ભાઈ અશોકભાઈ પરબતભાઈ ચાવડા આહિર (ઉંમર 37) કિરણ મગનભાઈ રહેસિયા રહે. લાયન્સનગર શેરી નં-2 શનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
દેશીદારૂની ભઠ્ઠી
માળીયા મીયાણાના નવાગામથી મેઘપર જવાના રસ્તે મચ્છુ નદીના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 650 લિટર આથો તેમજ તૈયાર 10 લીટર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને 1540 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરીને પોલીસે મુસ્તાક ફતેમહમદ કટિયા મિયાણા (ઉમર 28) રહે. રણછોડનગર પ્રકાશ કારખાના પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.