પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ એકસપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશન સુધી જ દોડશે

19 November 2022 12:32 PM
Porbandar
  • પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ એકસપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશન સુધી જ દોડશે

પોરબંદરથી ટ્રેન 21:20ના બદલે 22:40 કલાકે ઉપડશે: રીટર્ન દાદરથી નિર્ધારિત સમયને બદલે 10 મીનીટ મોડી

રાજકોટ,તા.19
પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશને જશે અને આગામી આદેશ સુધી બદલાયેલા સમય સાથે ચાલસે

બાંદ્રા ટર્મિનસ યાર્ડની પિટ લાઇન પર ઓલ વેધર કવર શેડ પ્રદાન કરવા માટેના ટ્રાફિક વર્ક ઓર્ડર (ઝઠઘ) ની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે. આ કાર્યને કારણે, 20 નવેમ્બર, 2022 થી આગળની સૂચના સુધી આ ટ્રેનોના ટર્મિનલ ફેરફાર, આંશિક રદ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 19016 પોરબંદર - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પોરબંદરથી 21.20 કલાકને બદલે 22.40 કલાકે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર 19.05 કલાકે આવીને ત્યાંજ સમાપ્ત થશે. આમ આ ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ફેરફાર 19 નવેમ્બર, 2022થી ચાલનારી ટ્રેનમાં આગળની સૂચના સુધી અમલી રહેશે. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ ના બદલે દાદરથી 09.20 કલાકના નિર્ધારિત સમયને બદલે 09.30 કલાકે ઉપડશે. આમ આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ફેરફાર 21 નવેમ્બર, 2022થી ચાલનારી ટ્રેનમાં આગળની સૂચના સુધી અમલી રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.


Advertisement
Advertisement
Advertisement