નવી દિલ્હી,તા. 19
તેલંગાણામાં ધારાસભ્યોના ખરીદ-વેચાણના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ખાસ તપાસ ટીમે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષને હાજર થવા સમન્સ પાઠવ્યું છે અને જો તેઓ આ સમન્સને માન આપીને તા. 21 નવેમ્બરના રોજ હાજર નહીં થાય તો તેમની ધરપકડ પણ કરી શકાશે. હાલમાં જ તેલંગાણામાં શાસક ટીઆરએસના ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય પી. રોહીત રેડ્ડીની ફરિયાદ પરથી રાજ્ય સરકાર દ્વારા 26 ઓક્ટોબરના રોજ ખાસ તપાસ ટીમ રચાઈ હતી.
જેમાં ભાજપના સ્થાનિક આગેવાનો ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. પરથી રાજ્ય સરકાર દ્વારા 26 ઓક્ટોબરના રોજ ખાસ તપાસ ટીમ રચાઈ હતી જેમાં ભાજપના સ્થાનિક આગેવાનો ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષને પણ આરોપી બનાવાયા હતા. પ્રાથમિક રિપોર્ટ મુજબ રેડ્ડીએ આરોપ મુક્યો કે તેમને પક્ષાંતર કરવા બદલ રુા. 100 કરોડની ઓફર કરવામાં આવી હતી.
તેઓએ ટીઆરએસ છોડીને ભાજપમાં સામેલથવું પડશે. ટીઆરએસના ચાર ધારાસભ્યોએ ચોક્કસ લોકો અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા અને તેઓને પક્ષાંતર માટે પ્રલોભન આપવામાં આવ્યા હતા.