સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા બાળકોનો ડેટા લેતા પહેલા માતા-પિતાની સહમતી લેવી જરૂરી

19 November 2022 02:49 PM
India Technology
  • સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા બાળકોનો ડેટા લેતા પહેલા માતા-પિતાની સહમતી લેવી જરૂરી

♦ ડેટા સુરક્ષા બિલના મુસદામાં આમજનને અનેક અધિકાર અપાયા

♦ ગ્રાહક તેના ડેટાનો ખોટો ઉપયોગ કે ગેરરીતિ મામલે બોર્ડને ફરિયાદ કરી શકશે: ફરિયાદમાં તથ્ય જણાયું તો સરકાર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે

નવીદિલ્હી તા.19
નવા ડેટા સુરક્ષા બિલના મુસદામાં સામાન્ય લોકોને અનેક અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં બાળકોના મામલામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમના વ્યકિતગત ડેટા લેવા અને તેને પોતાની પાસે રાખવા માટે સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકના માતા-પિતાની સહમતી લેવી ફરજિયાત છે.

કેવી રીતે કરી શકાશે ફરિયાદ
આ મામલે સરકાર એક ડેટા સુરક્ષા બોર્ડ બનાવશે. તે ડિઝીટલ ઓફિસના રૂપમાં કામ કરનાર સ્વતંત્ર નિગમ હશે. ગ્રાહક પોતાના ડેટાનો ખોટો ઉપયોગ કે કોઈપણ અન્ય પ્રકારની અનિયમિતતાની ફરિયાદ બોર્ડને કરી શકશે. તપાસ બાદ જો ડેટા સુરક્ષા બોર્ડને લાગે કે મામલો ગંભીર છે તે તે વ્યકિતને પોતાનો પક્ષ રાખવાનો મોકો આપવામાં આવશે. ઉચિત ઉત્તર ન મળવા પર આવા દરેક મામલામાં 500 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

તબકકાવાર દંડ લગાવાશે
દંડ લગાવવા માટે તબકકાવારનો પ્રસ્તાવ છે. મતલબ કે એ કંપની કે જે લોકોની ખાનગી જાણકારી એકત્ર કરે છે અને બીજી તે કે જે તેની તરફથી ડેટા પ્રોસેસ કરશે તો બન્ને કંપનીઓની અલગ અલગ જવાબદારી રહેશે.

સોશિયલ મીડિયા પર સખ્તાઈ
મુસદ્દામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ એ પણ નિશ્ર્ચિત કરવું પડશે કે લક્ષિત વિજ્ઞાપનો માટે બાળકોનો ડેટા ટ્રેક તો નથી કરાતો ને. કયાંક આ ડેટાના માધ્યમથી બાળકો સુધી તેમને નુકસાન કરનાર સામગ્રી તો નથી પહોંચાડાતીને. નિયમના ઉલ્લંઘન પર કંપનીઓને દંડ ફટકારવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement