વેપારઉદ્યોગ ક્ષેત્રને રાહત મળશે: GST ના ગુનાઓને IPC શ્રેણીમાંથી બહાર કરાશે

21 November 2022 11:40 AM
Business India
  • વેપારઉદ્યોગ ક્ષેત્રને રાહત મળશે: GST ના ગુનાઓને IPC  શ્રેણીમાંથી બહાર કરાશે

બોગસ બિલીંગ સહિતના ગુનાઓમાં રાહત મળશે: જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં દરખાસ્ત મુકાવાની શકયતા

મુંબઈ તા.21
વેપાર ઉદ્યોગકારો માટેના જીએસટી કાયદો સરળ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. જીએસટી અંતર્ગત આઈપીસીની કલમો નાબુદ કરવામાં આવશે. અર્થાત જીએસટી ચોરી કે અન્ય ગુનામાં આઈપીસીની કલમ લાગુ પડતી હોય તો તે અપરાધ હેઠળ ગુના નહીં બને.

કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે જીએસટીના કેટલાક ગુનાને આઈપીસી શ્રેણીમાંથી બહાર કરવાની કવાયતના ભાગરૂપે સમગ્ર વિચારણા છે. જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં આ દરખાસ્ત પેશ કરવામાં આવશે. આ પ્રસ્તાવ મંજુર થવાના સંજોગોમાં નાણાં મંત્રાલય જીએસટી કાયદામાં સુધારા વિધેયક રજુ કરશે અને સંસદના આગામી શિયાળુ સત્રમાં પસાર કરાવવામાં આવશે.

સૂત્રોએ કહ્યું કે જીએસટીના ગુનાઓને આઈપીસીમાંથી બહાર કરવા માટે કલમ 132માં બદલાવ કરવાના સૂચનને નાણાં સમીતીએ સ્વીકારી લીધુ છે. સંસદમાં કાયદાના સુધારા બાદ રાજયોએ જીએસટી કાયદામાં સુધારા વિધેયક પસાર કરાવવા પડશે.

જાણકારોના કહેવા પ્રમાણે બોગસ બીલ, ઉપરાંત યોગ્ય બીલ વિના જ ચીજવસ્તુઓની સપ્લાય તથા સામાન મોકલ્યા વિના જ બીલ બનાવવા જેવા ગુનાઓ ફોજદારી શ્રેણીમાંથી હટી જશે. સાથોસાથ ઈનપુટ ટેકસ ક્રેડીટ માટે બોગસ બીલ બનાવવાના કારસ્તાનોને આઈપીસી હેઠળ આવરી લેવામાં આવે તેવી શકયતા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement