ગિરનાર પર્વત ઉપર પારો ગગડ્યો : 8.2 ડિગ્રી : પ્રવાસીઓ ઠુંઠવાયા

21 November 2022 11:50 AM
Junagadh Rajkot Saurashtra
  • ગિરનાર પર્વત ઉપર પારો ગગડ્યો : 8.2 ડિગ્રી : પ્રવાસીઓ ઠુંઠવાયા
  • ગિરનાર પર્વત ઉપર પારો ગગડ્યો : 8.2 ડિગ્રી : પ્રવાસીઓ ઠુંઠવાયા
  • ગિરનાર પર્વત ઉપર પારો ગગડ્યો : 8.2 ડિગ્રી : પ્રવાસીઓ ઠુંઠવાયા

રાજકોટ-પોરબંદરમાં 17, અમરેલીમાં 14.4, વડોદરામાં 15, ભાવનગર, ડિસામાં 16 ડિગ્રી સાથે સવારમાં ઠંડીનો અહેસાસ

રાજકોટ,તા. 21
રાજકોટ સહિત રાજ્યમાં ગત સપ્તાહથી સવારનું તાપમાન સતત નીચુ ઉતરી રહ્યું હોય સવારનાં ભાગે તિવ્ર ઠંડી અનુભવાઈ રહી છે. રાજકોટમાં પણ તાપમાનનો પારો 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાવા લાગતા સવારમાં સ્કૂલે જતા બાળકો અને લોકોને સ્વેટર, શાલ પહેરવા પડી રહ્યા છે.

દરમ્યાન આજરોજ સવારે સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર સિઝનમાં સૌપ્રથમ વાર સિંગલ ડીજીટમાં તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા. કાર્તિક માસ પૂર્ણતાએ આવી રહ્યો છે. છતા હજુ ઠંડીનો ચમકારો વ્હેલી સવારે અને મોડી રાત્રીના અહેસાસ થઇ રહયો છે. બપોરના ગરમીની બેવડી ઋતુના કારણે ઉધરસ-શરદી તાવ જેવી બીમારીના કેસો વધી રહ્યા છે.

ગિરનાર પર્વત ઉપર શિયાળાનો રંગ દેખાય રહ્યો છે. ઠંડીનો પારો ગગડી જતાં ઠંડીનો અહેસાસ થવા પામી રહ્યો છે જ્યારે જુનાગઢ અને જીલ્લામાં બપોરના ગરમી જોવા મળી રહી છે. સવારના ગરમ વસ્ત્રો પહેરી લોકો જોવા મળી મળી રહ્યો છે. ગિરનાર તળેટીમાં 10.3 ડીગ્રીની સામે ગિરનાર પર્વત પર 8.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. દરમ્યાન આજરોજ પણ રાજ્યમાં વિવિધ સ્થળોએ ઠંડકનો અહેસાસ થવા પામ્યો છે. રાજકોટ શહેરમાં આજે સવારે 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો.

જ્યારે અમરેલીવાસીઓએ 14.4 ડીગ્રી સાથે આજે સવારે તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. તેમજ સવારે અમદાવાદમાં 16 ડીગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, ભાવનગરમાં 16.2 ડિગ્રી અને ભુજ ખાતે 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

જ્યારે દમણમાં 17.4, ડિસામાં 16.1, દિવમાં 17.2, દ્વારકામાં 21.4 ડિગ્રી તથા કંડલામાં 19 ડિગ્રી, નલિયામાં 16 ડિગ્રી, ઓખામાં 24.3 ડિગ્રી, પોરબંદરમાં 17.6 ડિગ્રી અને સુરતમાં 16.4 તથા વેરાવળમાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. 


Related News

Advertisement
Advertisement
Advertisement