ઈલેકટ્રીફીકેશન પૂરજોશમાં: રાજકોટ ડીવીઝનમાં જુનથી ઈલેકટ્રીક ટ્રેન દોડશે

21 November 2022 11:54 AM
Rajkot Travel
  • ઈલેકટ્રીફીકેશન પૂરજોશમાં: રાજકોટ ડીવીઝનમાં જુનથી ઈલેકટ્રીક ટ્રેન દોડશે

તમામ ટ્રેનોની ગતિ વધશે; પ્રવાસીઓનો સમય બચશે

રાજકોટ: રાજકોટથી રેલવે માર્ગે મુસાફરી કરતા મુસાફરોને જૂન મહિનાથી ઓછા સમયમાં વધુ સારી અને ઝડપી મુસાફરી કરી શકશે. રાજકોટ ડિવિઝનમાં ઈલેકટ્રીક એન્જીનથી ચાલતી ટ્રેન જૂન મહિનાથી શરૂ થવાની સંભાવના છે. આ અંગેનું પીસીઈઈ નિરીક્ષણ પુરું કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટથી નવીનતમ ગ્રીન પહેલ તરીકે શરૂ થશે અને ગ્રીન ઈન્ડીયાના મિશનને વેગ મળશે.

ભારતીય રેલવેના 100 ટકા વિદ્યુતીકરણને ચાલુ રાખીને સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેકટ્રીફીકેશન હેઠળ અમદાવાદ યુનિટના રેલવે ઈલેકટ્રીફીકેશન વિભાગે રાજકોટ ડિવિઝનના વાગડીયા, માળીયા સહિત દહીંસરા, નવલખી સેકશન શરૂ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. રેલવે ઈલેકટ્રીફીકેશન અમદાવાદના મુખ્ય પ્રોજેકટના ડાયરેકટર હેઠળ ગુડઝ અને પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે ફરજિયાત ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝનના વાંકાનેર ઓએચઈ ડેપો અને ટાવર વેગન સાઈડીંગ સાથે વાગડીયા માળીયામિયાણા સહિત દહીંસરા નવલખી સેકશનના વિભાગીય લંબાઈવાળા 156 આરકેએમ અને 216 ટીકેએમ વિભાગનું નિરીક્ષણ કર્યુ હતું અને ટેકનીકલ પાસાઓ અને સીસ્ટમની સલામતી સુધારા માટે માર્ગદર્શન આપ્યું હતું. ઈલેકટ્રીક ટ્રેકશન કનેકટીવીટીની દ્દષ્ટિએ દ્વારકા અને ઓખાના મુસાફરો માટે મહત્વનો રેલ માર્ગ છે.

આથી દ્વારકા સુધી ચાલતી ટ્રેનની સરેરાશ ગતિમાં વધારો થશે. હાલ રાજકોટ-વાંકાનેરનું વિદ્યુતીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ટુંક સમયમાં નિરીક્ષણ કરવામાં આવશે. આ ઈલેકટ્રીફાઈડ સેકશન ઈલેકટ્રીક ટ્રેકશન સાથે ઝડપી ટ્રેનની સુવિધા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement