ભુજોડીમાં દલિત યુવક પર કાર્યકરોના હુમલાથી વાતાવરણ ગરમાયું

21 November 2022 12:45 PM
kutch Crime
  • ભુજોડીમાં દલિત યુવક પર કાર્યકરોના હુમલાથી વાતાવરણ ગરમાયું

ભાજપના ઉમેદવારની સભામાં પ્રશ્ન પૂછવા બાબતે

ભચાઉ તા.21
અંજાર વિધાનસભાના ભુજોડી ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્રિકામભાઈ છાંગાની સભામાં દલિત યુવક દ્વારા ગામના વિકાસ અને અન્ય બાબતોને લઈ પ્રશ્ન પુછાતા દુભાયેલા પાર્ટીના કાર્યકરોએ પ્રશ્ન ઉઠાવનાર યુવક ઉપર હુમલો કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે.

ભુજોડી ગામના રહેવાસી દલિત યુવક રાજેશ કાનશીભાઈ બડગાએ જાગૃત નાગરિક તરીકે મત માંગવા આવનાર પાર્ટીના ઉમેદવારને પ્રશ્નો કરતાં ત્યાં ઉપસ્થિત પાર્ટીના કાર્યકરો ગીન્નયા હતા. સભા પુરી થતાની સાથે ઉશ્કેરાયેલા 30-35 કાર્યકરોએ રાજેશ ઉપર હુમલો કર્યો હતો. સભા સ્થળે ઉપસ્થિત પોલીસકર્મીઓ વચમાં પડી રાજેશને બચાવ્યો હતો અને ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નપટાવતથ કરવા સામાજીક અગ્રણીઓ અને રાજકારણીઓના જનરલ હોસ્પિટલમાં ધામા..

દલિત યુવાન ઉપર ભાજપ કાર્યકરોના હુમલાને લઈ ચૂંટણી ઉપર આ ઘટનાની વિપરીત અસર ન થાય તે માટે સમાજના અમુક આગેવાનો અને રાજકારણીઓ બંન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા ભુજની જનરલ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement