ઉના,તા.21
ઊના પંથકમાંથી વધુ એક બુટલેગરને પાસા હેઠળ સુરત જેલ હવાલ કરાયા છે.જીલ્લા પોલીસ અધિકારીની સુચના મુજબ એલ.સી.બી. ટીમ દ્રારા ઉનાના ખાણ ગામના બુટલેગરને પકડી પાડી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરેલ હતો. ઊનાના ખાણ ગામે રહેતો બુટલેગર વિજય દેગણ પરમાર વિરૂધ પોલીસમાં દારૂના અનેક ગુન્હામા સંડોવાયેલ હોય આ બુટલેગર સામે ઉના પોલીસે દરખા્સત તૈયાર કરી જીલ્લા પોલીસે મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આર જી ગોહીલ તરફ મોલતા તેના દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતાને ધ્યાને રાખી ઉનાના ખાણ ગામે રહેતો બુટલેગર વિજય પરમાર વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ અને પાસા વોરન્ટ ઇસ્યુ થયાં બાદ આ શખ્સને જીલ્લા એલ.સી.બી.ના પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, પ્રફુલભાઇ વાઢેર તથા સંદિપ ઝણકાટ સહીત ટીમે વોચ ગોઠવી આ બુટલેગરને પકડી પાડી વડોદરા ખાતે જેલમાં ધકેલી મુકવામાં આવેલ છે.