સંધિવા: આયુર્વેદ પધ્ધતિઓ, સારવાર

21 November 2022 02:52 PM
Health
  • સંધિવા: આયુર્વેદ પધ્ધતિઓ, સારવાર

જામનગરમાં ડીકેવી કોલેજ પાછળ ગુરૂદત્તાત્રેય મંદિર રોડ પર કાર્યરત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના દવાખાનામાં સવાર-સાંજ સેવા આપતા વૈદ્ય ડી.પી.મહેતા નીચે મુજબની માહિતી આપેલ છે.

વાના કારણે સાંધામાં દુ:ખાવો થાય, તેને સંધિવા કહેવાય છે. આ એક અત્યંત જટીલ રોગ છે સાંધાનો દુ:ખાવો, સાંધાના સોજો વગેરે સંધિવાતના પર્યાય શબ્દ છે. આ રોગની ઉત્પતિમાં પ્રાચીન મતાનુસાર સંધિવાનો આયુર્વેદ શાસ્ત્રમાં વાયુ થગી થતા વાયુના જે 80 રોગો બતાવેલ છે તેની અંદર સમાવેશ કરેલ છે.

સંધિવા એટલે પ્રકુપતિ થયેલો વાયુ સાંધાઓમાં ફેલાતા હાડકાના બધા સાંધાઓને જે છુટા પાડી નાખે છે અર્થાત ગોઠણની સંધીઓનુ ઢીલુ થઇ જવુ તથા તેમા દુ:ખાવો અને સોજો ઉત્પન્ન કરે છે તેને સંધિવા કહે છે.

ચાલીસ-પચાસ વર્ષની ઉમંર પછી મોટાભાગે દરેક વ્યકિતને હાથ પગના સાંધાનો દુ:ખાવો ઓછે વધતે અંશે, જોવા મળે છે. સાંધાઓનો દુ:ખાવોએ બહુ જ પ્રચલિત શબ્દ છે માનવીને પીડા આપતો આ રોગ અનાદિ કાળના છે.

સંધિવા કોને થાય છે ?
મોટી ઉમંરની વ્યકિતઓમાં ઢીંચણ જેવા મોટા સાંધાઓમાં મુખત્વે તીવ્ર વેદના અને કયારેક સોજા સાથે આ રોગ દેખા દે છે સંધિવા સ્થુલ વ્યકિત એટલે કે, બહુ જાડા માણસોમાં વધારે જોવા મળે છે. ભીનાશને ઠંડકમાં વધુ વખત રહેવાનુ હોય ત્યારે સાંધાઓનો સોજા પણ આવે છે. આ સિવાય અનેક કારણો છે.
મુખ્યત્વે ત્રણ પ્રકારે સંધિવા થાય છે.

(1) નાની ઉમરમાં થાય છે તેમા સામાન્ય રીતે આધુનિક તબીબી વિજ્ઞાન પ્રમાણે જેવું સંક્રમણ (ઇન્ફેકશન) કારણભૂત હોય છે. તેમા તાવ, સાંધાનો સોજા, હદૃયમાં વિકૃત અસર વગેરે જોવા મળે છે. તેથી તેને સંધિગજવર એવુ નામ આયુર્વેદના ભાવ પ્રકાશ નામના ગ્રંથમા આપેલ છે. આધુનિક તબીબી વિજ્ઞાનમાં રૂમેટીક ફીવર કહે છે.
(2) યુવાવસ્થામાં ધાતુ પરિવર્તનમાં ફેરફાર થાય છે અને તેને આમવાત કહેવાય છે. આમવાતમાં ધાત્વગ્નિ મંદહોય છે એટલે કે ધાતુના અગ્નિ બરાબર કાર્ય કરી શકતો નથી આધુનિક તબીબી વિજ્ઞાનમા આ પ્રકારને રૂમેટોઇડ આર્થરાઇટીસ કહે છે. આ પ્રકારમાં વીછીના દંશ જેવી ઘોર પીડા કે અસહ્ય ભયંકર દુ:ખાવો થાય છે. આધુનિક તબીબી વિજ્ઞાન આ વાતે શરીરની પ્રતિકાર શકિત (ઇમ્યુન બોડીઝ)ની વિકૃતી માને છે.
(3)વૃધ્ધાવસ્થામાં જયારે હાડકાઓ અને સાંધાએ ધસાય ત્યારે સંધિવા ઉત્પન્ન થાય છે. આધુનિક તબીબી વિજ્ઞાનમા આ પ્રકારને ઓસ્ટીઓ આર્થરાઇટીસ કહેવામાં આવે છે. જયારે આયુર્વેદની દ્રષ્ટિએ સંધિગત વાત કહેવાય છે. આમા કયારેક સાંધામાં પણ પાણી ભરાય છે તબીબી વિજ્ઞાનમાં સોઇનોવાઇટીસ કહેવાય છે.

સંધિવામાં શુ લક્ષણો જોવા મળે: વૃધ્ધા વસ્થામાં ધીમે ધીમે ચાલતા માનવી જોતા આપણને સહેજે ઢીંચણ કે ગોઠણના વાનો ખ્યાલ આવેલે. આ રોગ એટલે સંધિવાતથી રૂટિન કામકાજમાં બહુ ખાસ કોઇ તકલીફ પડતી નથી પરંતુ ઉઠવા બેસવાની તકલીફ ખરેખર દયા ઉપજાવે એવી હોય છે મોટે ભાગે બન્ને ઢીચણમાં સંધિવાની અસર એટલે દુ:ખાવો અને સોજો જોવા મળે છે.

ખાવાના ઓષધોમાં યોગરાજ ગુગળ, રાસ્નાદિ ગુગળ, સિંહનાદ ગુગળ, અગ્નિતુંડી, અશ્ર્વગંધાચુર્ણા, પીપરી મૂળ ચૂર્ણ, દશમુળ કવાથ, રાસ્નાદિ કવાથ, અજમોદાકિ ચૂર્ણ વગેરે ઉપયોગી ઔષધો છે.

સંધિવાની ચિકિત્સા: આ રોગમાં એરંડ તેલ (કેસ્ટર ઓઇલ) 15 મીલીમીટર જેટલુ સૂંઠના ઉકાળા સાથે કે અડધી સમયી આદુના રસ સાથે દરરોજ સવારે એક વખત ભુખ્યા પેટે પીવાનુ શરૂ કરવુ જોઇએ. આ સિવાય મેથી, લસણ, તલના તેલ સાથે ખાવુ, અજમો અડદ વગેરે લેવાથી સંધિવા વગેરે વાયુના દર્દમા અતિ હિતકારક ગણાય છે. બાહય ઉપચાર તરીકે મહાવિષગર્ભતેલો, બલા તેલ, પંચગુણ તેલ, નિર્ગુડી તેલ વગેરેમાંથી જે મળે તેને સાધારણ ગરમ કરીને વેદના વાળા ભાગ પર તેલ માલિસ કરી શકાય, ત્યારબાદ ગરમ પાણીનો સેક એરંડાના પાન, નગોડના પા વગેરેનો વરાળીયો સેક જરૂરથી લેવો જોઇએ દશાંગ લેપ લેપગુટી મીકસ કરી તેનો ગરમ લેપ બે વખત કરવો.

પરેજી: બહુ ભારે ખોરાક ન ખાવો ખટાશ બંધ, ઠંડા પીણા, પંખાનો સીધો પવન ન લેવો અધિક પ્રમાણમાં પગેથી ચાલવુ નહી.


Related News

Advertisement
Advertisement
Advertisement