રાજકોટ,તા.21
મગરવાડા ગામે તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદાનું પાંચ કુંડી વાળુ પૂજન હવન યોજાયું.માણિભદ્ર વીર દાદા નું પૂજન હવન પ્રારંભ બપોરે 12:39 થયેલ.આ પ્રસંગે પાલનપુર નગરે સૌપ્રથમવાર કલ્યાણકારી યશસ્વી ચાતુર્માસ કરનાર મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા,મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં શ્રી માણિભદ્ર વીર દાદાનું પૂજન હવન યોજાયેલ.આ પૂજન-હવન દરમ્યાન માણિભદ્ર વીર દાદાની અષ્ટપ્રકારી પૂજા,ત્રણ વિલેપન કરવામાં આવેલ.ત્યારબાદ 108 આહુતી મંત્રોચ્ચાર પૂર્વક આહુતિ આપવામાં આવેલ.જેમાં ચંદન ના લાકડા,ઘી વિગેરે થી આહુતિ આપવામાં આવેલ.આહુતિ બાદ મોટીશાંતિ નો પાઠ કરવામાં આવેલ.અને ત્યારબાદ આરતી મંગળ દીવો વિગેરે થયેલ.આ પૂજન-હવનમાં વિધિવિધાન પંડિતવર્ય શ્રી શુભમભાઈ કટારીયા એ કરાવેલ.આ માણિભદ્રવીર દાદા નું પૂજન હવન નો લાભ ગુરૂ ભક્ત પરિવારોએ લાભ લીધેલ.