શેરબજારમાં મંદીનો તીવ્ર આંચકો : સેન્સેકસમાં 600 પોઇન્ટનું ગાબડુ

21 November 2022 05:15 PM
Business India
  • શેરબજારમાં મંદીનો તીવ્ર આંચકો :  સેન્સેકસમાં 600 પોઇન્ટનું ગાબડુ

નાની બેંકોના શેરોમાં કરંટ : આઇટી શેરો તૂટયા

રાજકોટ, તા.21
મુંબઇ શેરબજારમાં આજે હેવીવેઇટ શેરોમાં આક્રમણકારી વેચવાલીને પગલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને સેન્સેકસ માં 600 પોઇન્ટનો કડાકો સર્જાયો હતો. શેરબજારમાં આજે માનસ મંદીનું હતું.

સીરીયાના હુમલો, બ્રિટનમાં મંદીની આહટ, વિદેશી સંસ્થાઓની વેચવાલી, ભારતમાં વિધાનસભા ચૂંટણી જેવા પરિબળોનો પ્રત્યાઘાત હતો. જાણીતા શેરબ્રોકરના કહેવા પ્રમાણે નવા પરીબળોની ગેરહાજરીથી ખચકાટ છે. નવા સારા કારણની પ્રતિક્ષા છે.

શેરબજારમાં આજે ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ જેવા આઇટી શેરો તૂટયા હતા. અલ્ટ્રા ટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, ડો.રેડ્ડી, એચડીએફસી, લાર્સન, મહિન્દ્ર, નેસલે, રીલાયન્સ, એએનજીસી, હીરો મોટોમાં ઘટાડો હતો. એકસીસ બેંક, ભારતી એરટેલ, હિન્દ લીવર, મારૂતી, પાવરગ્રીડ, ભારત પેટ્રો ઉપરાંત પીએનબી, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર જેવી નાની બેંકના શેરો ઉંચકાયા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેકસ 519 પોઇન્ટના ગાબડાથી 61143 હતો તે ઉંચામાં 614પ6 તથા નીચામાં 610પ9 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 148 પોઇન્ટ ગગડીને 18159 હતો તે ઉંચામાં 18262 તથા નીચામાં 18133 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement