ડેંગ્યુના નવા 13 કેસ : સીઝનલ રોગચાળાના પોણા ચારસો દર્દી નોંધાયા

21 November 2022 05:20 PM
Rajkot Health
  • ડેંગ્યુના નવા 13 કેસ : સીઝનલ રોગચાળાના પોણા ચારસો દર્દી નોંધાયા

સપ્તાહમાં મેલેરીયા અને ચીકનગુનીયાનો એક-એક કેસ : મચ્છર ઉત્પતિમાં બેદરકારી બદલ 101ને નોટીસ : 1000થી વધુ મિલ્કતમાં ચકાસણી

રાજકોટ, તા. 21
મહાનગરમાં શિયાળાના ધીમા પ્રારંભ વચ્ચે હવે મચ્છરનો ઉપદ્રવ ફરી વધતો દેખાય છે. ઘરે ઘરે અને ઓફિસોમાં પણ મચ્છરોનો ત્રાસ વધવા લાગ્યો છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના નવા 13 દર્દી નોંધાયા છે. તો સિઝનલ રોગચાળાના પણ પોણા ચારસો જેટલા દર્દી નોંધાયા છે.

આજે આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલા રીપોર્ટ મુજબ તા.14 થી ર0 દરમ્યાન ડેંગ્યુના નવા 13 કેસ નોંધાતા વર્ષમાં નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો રર4 થયો છે. અઠવાડિયામાં મેેલેરીયાનો એક (કુલ 46) અને ચીકનગુનીયાનો પણ નવો એક કેસ આવતા (કુલ રપ) મચ્છરોનો ઉપદ્રવ રોકવા ફોગીંગથી માંડી દવા છંટકાવ સહિતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

છેલ્લા અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 373 કેસ સત્તાવાર ચોપડે ચડયા છે જેમાં શરદી, ઉધરસના રપ8, સામાન્ય તાવના 44 અને ઝાડા-ઉલ્ટીના 71 કેસનો સમાવેશ થાય છે.

આ રોગચાળાને રોકવા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.14 થી 20 દરમ્યાન 81,556 ઘરોમાં પોરાનાશક તથા 2330 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં ગીતાનગર, સોરઠીયાવાડી શેરી નં. 1 તથા આસપાસનો વિસ્તાર, સિલ્વર બંગ્લોઝ, આર્યમેન બંગ્લોઝ, રેસકોર્ષ રેસીડેન્સી મે. રોડ તથા આજુબાજુનો વિસ્તાર, કોઠારીયા કોલોની, કૃષ્ણનગર, ઘનશ્યામ વાટીકા, મુરલીઘર સોસા., સિઘ્ઘી વિનાયક રેસીડેન્સી, આર.કે. પાર્ક, આરાઘના બંગ્લોઝ, ચૌઘરી હાઇસ્કુલ કમ્પાઉન્ડ તથા આસપાસનો વિસ્તાર, જયરાજ પ્લોટ, કિંગ હાઇટસ, ”બાલકૃષ્ણ” યોગીવંદના સોસા., સરકારી પ્રેસ ઓફીસ આસપાસનો વિસ્તાર, સ્વાશ્રય સોસાસ., વૈદવાડી, રામનગર, લોઘેશ્વર સોસા., અંબાજી કડવા પ્લોટ, વિનય સોસા., માલવીયાનગર, ગુણાતીતનગર, જે. ડી. પાઠક, ટપુભવાન, કૃષ્ણનગર વિસ્તારાનો સમાવેશ થાય છે.

ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળે એટલે નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. જે હેઠળ 766 મિલ્કતમાં તપાસ કરીને રહેણાંક માં 973 અને કોર્મશીયલ 101 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

ડેંગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયા સામેની લડાઇ માટે દર સપ્તાહે 10 મીનીટ, 10 મીટર વિસ્તારમાં પાણી ભરેલા પાત્રો ખાલી કરવાની જવાબદારી નિભાવવા અને વધારાના પાણીનો નિકાલ કરતા રહેવા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજથી ઠંડી વધવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે મચ્છરના ઉપદ્રવ વચ્ચે ઠંડા પદાર્થના વધુ સેવનથી પણ શરદી-ઉધરસના કેસ વધી શકે છે. શકિતવર્ધક એવા શિયાળામાં પણ બહારના ખાનપાનમાં પુરૂ ધ્યાન રાખવા પણ તંત્રએ અપીલ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement