હવે વિદેશથી આવતા વિમાની મુસાફરોને એર સુવિધા ડેકલેરેશન આપવાનું રહેશે નહીં

22 November 2022 11:30 AM
India Travel World
  • હવે વિદેશથી આવતા વિમાની મુસાફરોને એર સુવિધા ડેકલેરેશન આપવાનું રહેશે નહીં

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ કાળ સમયે દાખલ કરાયેલી પ્રક્રિયાનો અંત લવાયો

નવી દિલ્હી,તા. 22
કોવિડ કાળ દરમિયાન વિદેશથી આવતા પ્રવાસીઓ માટે જે ‘એર સુવિધા’ સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી તેનો અંત લાવવામાં આવ્યો છે. કોવિડ સમયે નાણા મંત્રાલય તથા આરોગ્ય મંત્રાલય દ્વારા વિદેશથી આવતી વિમાની સેવામાં મુસાફરો માટે સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરવાનું રહેતું હતું જેમાં તેણે પોતે કોવિડ પેસેન્જર નથી તે સહિતની માહિતી આપવી પડતી હતી.

ઉપરાંત તેણે પોતે પોતાના ભારતમાં સરનામા તથા ફોન નંબર પણ આપવાના રહેતા હતા જેના કારણે જો કોઇ મુસાફર કોવિડ પેશન્ટ જાહેર થાય તો કોન્ટેક્ટ ટ્રેસીંગ સહિતની પ્રક્રિયાને શરુ કરી શકાય. કોવિડને રોકવા માટે આ પ્રક્રિયા અપનાવાઈ હતી અને અત્યાર સુધી ચાલુ હતી પરંતુ આજથી આ પ્રક્રિયાનો અંત લાવવામાં આવ્યો છે અને વિદેશથી આવતા મુસાફરોએ હવે એર સુવિધા ડેકલેરેશન ફોર્મ સબમીટ કરવાની જરુર રહેશે નહીં.

કોવિડ કાળમાં આ ફોર્મથી વિદેશથી આવતા મુસાફરોનો ટેસ્ટ જો પોઝીટીવ જાહેર થાય તો તેને તુર્ત જ ક્વોરન્ટાઇન કરીને તેનો ટેસ્ટ કરીને કોવિડને રોકવા માટે આ પ્રક્રિયા અસરકારક સાબિત થઇ હતી. પરંતુ હવે આ મહામારીનો પણ અંત આવ્યો હોવાથી એર સુવિધા ડેકલેરેશનની પ્રક્રિયા પણ બંધ કરાઇ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement