સાઉથના સ્ટાર ચિરંજીવી બન્યા ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધી યર

22 November 2022 12:04 PM
Entertainment India
  • સાઉથના સ્ટાર ચિરંજીવી બન્યા ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધી યર

♦ કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે અભિનંદન પાઠવ્યા

♦ ગોવામાં ચાલી રહેલા 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ચિરંજીવીને ફિલ્મોમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરાયા

ગોવા તા.22
ગોવામાં હાલ ચાલી રહેલા 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડીયા (આઈએફએફઆઈ)માં તેલુગુ એકટર ચિરંજીવીને ઈન્ડીયન ફિલ્મ પર્સનાલીટી ઓફ ધી યર 2022 એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટવીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું- ચિરંજીવીએ ચાર દાયકાની સદાબહાર કેરિયરમાં 150થી વધુ ફિલ્મોમાં એકટર, ડાન્સર અને પ્રોડયુસર તરીકે કામ કર્યુ છે. તેઓ તેલુગુ સિનેમામાં ઘણા લોકપ્રિય છે.

ઉલ્લેખનીય છે કે સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ચિરંજીવીને દેશનું ત્રીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ ઉપરાંત આંધ્રપ્રદેશનું સર્વોચ્ચ સન્માન રઘુપતિ વેંકૈયા પુરસ્કાર, નંદી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી સન્માનીત કરાયા છે.ચિરંજીવી ફિલ્મોમાં શરૂઆત 1978માં ‘પુનાધિરલ્લુ’ ફિલ્મથી કરી હતી અને ત્યારપછી તેમણે પાછું વળીને જોયું નથી. 1982માં ‘ઈનિટેલા રામપ્પા વીડીલો કૃષ્યાયા’ માં શાનદાર પ્રદર્શનથી તે જનતાનો પ્રિય ચહેરો બની ગયા હતા.

1998માં ચિરંજીવીએ ‘ધી ચિરંજીવી ચેરીટેબલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. જેનો ઉદેશ આમજનને મદદ કરવાનો હતો. ચિરંજીવીનું કામ ચાહે તે ફિલ્મોનું હોય કે જન કલ્યાણનું સતત તેનું કદ વધ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement