એ મારું સૌભાગ્ય છે કે વાજપેયીનો રોલ ભજવવાનો મને અવસર મળ્યો: પંકજ ત્રિપાઠી

22 November 2022 12:23 PM
Entertainment India
  • એ મારું સૌભાગ્ય છે કે વાજપેયીનો રોલ ભજવવાનો મને અવસર મળ્યો: પંકજ ત્રિપાઠી

દેશના લોકપ્રિય નેતા, પુર્વ પીએમ સ્વ. અટલજીની બાયોપીક આવતા વર્ષના અંતમાં રજૂ થશે

મુંબઈ:
દેશના લોકપ્રિય નેતા અને પુર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જીવન પર બાયોપીક બનનાર છે, જેમાં બાજપેયજીની ભૂમિકા જાણીતા લોકપ્રિય અભિનેતા પંકજ ત્રિપાઠી ભજવનાર છે. આ ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠીએ સોશ્યલ મીડીયામાં એક હિન્દી પોસ્ટ મુકી છે.

જેમાં લખ્યુ છે- ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ, યે પંક્તિયાં લિખનેવાલે મહાન નેતા શ્રી અટલ બિહારી વાજપેયીજી કી ભૂમિકા મુઝે બડે પરદે પર સાકાર કરને કા અવસર મિલ રહા હૈ, યે મૈં અપના સૌભાગ્ય માનતા હું.

આ ફિલ્મનું ટાઈટલ છે- ‘મૈં રહું યા ના રહું, યે દેશ રહેના ચાહિયે- અટલ’ આ ફિલ્મ વાજપેયી પર લખાયેલા પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ સંદીપસિંઘ અને વિનોદ ભાનુશાલી કરી રહ્યા છે. ફિલ્મ વર્ષ 2023માં ફલોર પર જશે અને પછીના વર્ષે થિયેટરોમાં ક્રિસમસના તહેવારોમાં રજુ થશે ત્યારે વાજપેયીજીની 99મી જન્મતિથિ આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement