ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ.ટી.બસ સ્ટોપ નહી કરતા મુસાફરો પરેશાન

22 November 2022 12:24 PM
Veraval
  • ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ.ટી.બસ સ્ટોપ નહી કરતા મુસાફરો પરેશાન

ડ્રાઈવર-કંડકટરનું મુસાફર મહિલાઓ સાથે ઉધ્ધતવર્તન

ઉના,તા.22
ઊના - ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ ટી બસ સ્ટોપ આવેલ હોય પરંતુ ઘણા સમય થી જુનાગઢ ઉના બસ પોતાની મનમાની મુજબ બસ સ્ટોપ કરતા હોવાનું મુસાફરો માંથી જાણવા મળેલ. નવા ઝંખીયા ગામે થી બે બહેનો ઉના જવા માટે બસ સ્ટોપ પાસે ઉભી હતી. ત્યારે નવા ઝાખીયા ગામના બસ સ્ટોપ પાસે જુનાગઢ-ઉના રૂટની જીજે 18 ઝેડ 5521 બસ ઉભી રાખ્યા વિનાજ ગીરગઢડા બસ ડેપોમાં ચાલી ગઇ હતી. ત્યાર બાદ બંને બહેનો ખાનગી વાહનમાં ગીરગઢડા બસ ડેપો પર પહોંચી બસમાં બેઠા હતા. અને કંડકટર તથા ડ્રાઈવરને નવા ઝાખીયા ગામે બસ સ્ટોપ કેમ કર્યો નહિ

તેવું પૂછતાં કંડકટર અને ડ્રાઇવર ઉશ્કેરાઈ ગયેલા અને બંને બહેનોને કહેલ કે ગીરગઢડા થી પણ બસમાં નય બેસવા દઈએ તેવું કહેતા બંને બહેનો ગભરાઈ ગયેલી અને નવા ઝાંખિયા થી ઉનાની મુસાફરી પૂરી કરી હતી.આમ બસ કંડકટર અને ડ્રાઇવર પોતાની મનમાની રીતે ફરજ બજાવતા આવા કર્મચારી લોકોની સેવા કરવાના બદલે લોકોને ધમકી આપતા આવા કર્મીઓ સામે એસટી ડેપો દ્રારા કાર્યવાહી થાય તેવી મુસાફરોમાંથી માંગ ઉઠવા પામેલ.


Advertisement
Advertisement
Advertisement