પ્રભાસપાટણ શારદા મઠ ખાતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ પધારશે

22 November 2022 12:26 PM
Veraval
  • પ્રભાસપાટણ શારદા મઠ ખાતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ પધારશે

(દેવાભાઈ રાઠોડ ) પ્રભાસ પાટણ, તા.22
સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ ઉપર શારદા મઠ આવેલ છે ત્યાં શ્રી પશ્ર્ચિમના શારદાપીઠાધીશ્વર સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતી મહારાજ તા 22,11,22 ને મંગળવાર ના રોજ પધારવાના છે જેવો ત્રણ દિવસ સુધી રોકાણ કરવાના છે જેમનુ સ્વાગત ચાર કલાકે સોમનાથ ટ્રસ્ટ ની ગૌશાળા પાસે ધામધૂમથી કરવામાં આવશે,સાજ ના છ કલાકે આશિર્વચન કાર્યક્રમ અને સાજ ના સાત કલાકે પ્રસાદી ભોજન ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ મા પધારવા શ્રી શંકરાચાર્ય સમિતિના અને શારદામઠ ના વ્યવસ્થાપક અવધેશ મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે


Advertisement
Advertisement
Advertisement