ગીરગઢડાનાં કરેણી ગામે શિકાર માટે વીજ ટ્રાન્સફોર્મર પર જંપ મારતા દીપડીનું મોત

22 November 2022 12:28 PM
Veraval
  • ગીરગઢડાનાં કરેણી ગામે શિકાર માટે વીજ ટ્રાન્સફોર્મર પર જંપ મારતા દીપડીનું મોત

વન વિભાગે વીજ પુરવઠો બંધ કરી દીપડીનો મૃતદેહ કબ્જે લીધો

ઉના, તા. 22
ઉના ગીરગઢડાના કરેણી ગામની સીમ વિસ્તારમાં આવેલ વીજ પોલમાં ટીસી ઉપર દીપડીએ શિકાર માટે જંપ મારતા વિજ શોટથી દીપડીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું..

કરેણી ગામની સીમ વિસ્તારમાં બચુભાઈ બોધભાઈ મોરીની વાડીના સેઢા પાસે આવેલ ગૌચર જમીનમાં વીજ પોલ ઉપર ટીસી આવેલ હોય જેમાં વીજ પાવર સપ્લાઇ ચાલું હતો. ત્યારે વિજ ટીસી ઉપર કોઇ પક્ષી બેઠેલ હોય તેને જોઈ દીપડીએ શિકારની લાલચમાં જંપ મારી ટીસી ઉપર ચડી શિકાર કરવા જતાં અચાનકજ વિજ શોટ લગતા દીપડીનું ઘટના સ્થળેજ ક્ષણવારમાં મોત નિપજ્યું હતું.

આ ઘટના બનતા તાત્કાલિક પીજીવીસીએલ તેમજ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગયેલ અને વીજ પૂરવઠો બંધ કરી દીપડીનો મૃતદેહ નીચે ઉતરી વન વિભાગે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે. આ અંગેની વનવિભાગે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.


Advertisement
Advertisement
Advertisement