દિવના વણાકબારા મીઠીવાડી નવી વિસ્તારમાં મકાન સળગ્યું : ઘરમાં સુતેલા પરિવારનો બચાવ

22 November 2022 12:29 PM
Veraval
  • દિવના વણાકબારા મીઠીવાડી નવી વિસ્તારમાં મકાન સળગ્યું : ઘરમાં સુતેલા પરિવારનો બચાવ

તમામ ઘર વખરી સળગી જતા મોટુ નુકસાન : જાનહાની ટળી

ઉના, તા. રર
ઉના કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા સ્થિત મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં એક મકાનના ઉપર રહેલ રસોઈમાં રાત્રિના સમયે બાર વાગ્યાના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આજુબાજુમાં રહેતાં લોકો જાગી જતાં લોકો ઘરની બહાર નીકળી પોત પોતાની મોટર ચાલું કરી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. આ બનાવ બનતા લોકો એકઠા થઈ ગયેલ અને રાડારાડ કરવા લાગ્યા હતા.

આગની ઘટનામાં રસોડામાં રહેલ પલંગ પર સૂતેલા જગાભાઈ રસોઈ ઘર નજીક અગાસી માંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આગ ભભૂકતા જ આસપાસના લોકો એકઠા થઇને આગને બૂઝાવી હતી. સ્થાનિકોની સૂઝબૂઝથી સમયસર રસોડામાં રહેલ ગેસની બોટલને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જેથી મોટી ઘટના ટળી હતી.

અચાનક આગ લાગતાં અંદર ભરેલો આખા વર્ષનું અનાજ, રેફ્રીઝરેટર, પલંગ, ઘોડીયુ તેમજ માછીમારીની ઝાળી જેવી અનેક ચીજ વસ્તુ સહિત બળીને ખાખ થઈ ગઈ હતી. જગાભાઈ અહી ભાડે રહે છે આગ લાગતાં તેમને લાખોનું નુકસાન થયું હતું. માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેઓના નુકશાનની ભરપાઈ થાય તે માટે તેઓએ પ્રશાસન પાસે સહાયની ગુહાર લગાવી છે. આ ઘટનાને પગલે સમાજના આગેવાનો દોડી ગયેલ હતા.


Advertisement
Advertisement
Advertisement