ગોંડલમાં ચાર યુવકોનું અપહરણ કરી ચોરીની આળ મુકી ધોકા-પાઇપથી માર માર્યાનો આક્ષેપ

22 November 2022 04:38 PM
Gondal Crime Rajkot
  • ગોંડલમાં ચાર યુવકોનું અપહરણ કરી ચોરીની આળ મુકી ધોકા-પાઇપથી માર માર્યાનો આક્ષેપ

ચારેય ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

રાજકોટ, તા. 22
ગોંડલના ચાર યુવકોનું કારમાં અપહરણ કરી ધોકા-પાઇપથી માર માર્યાનો આક્ષેપ કરાયો છે. આ ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોના કરાયેલા આક્ષેપ મુજબ ગોંડલની નાની બજારમાં રહેતા યાકુબભાઇ મુતવાણીના ઘરમાં ચોરી થયેલી જેની શંકા નાંખી અહીં નાની બજારમાં જ રહેતા મહંમદ હુસેન ખાલીદભાઇ દયાળા (મેમણ) (ઉ.વ.19), દાઉદ યાકુબભાઇ દયાળા (ઉ.વ.રપ), કયુમ અનીશભાઇ ડબ્બાવાલા (મેમણ) (ઉ.વ.18) અને સીતેન રઝા શબ્બીરભાઇ મીઠાણી (ઘાંચી) (ઉ.વ.18)ને મુસ્તુફા નામનો વ્યકિત તેમના ઘરે કાર લઇ લેવા માટે આવ્યો હતો અને હાજી સાહેબ બોલાવે છે

તેમ કહી કારમાં બેસાડી ગોંડલના ભુવનેશ્ર્વરી પેટ્રોલ પમ્પ પાસે આવેલ હાજી અમીન કુડીયાના બંગલે લઇ જઇ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો. માર મારવામાં હાજી ઇદ્રીશ, સલીમ, અખ્તર અને મુસ્તુફા સામેલ હોવાનો આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્તોએ આક્ષેપ સાથે જણાવ્યું કે આરોપીઓએ એમ કહ્યું કે અમે મર્ડર કરેલા છે, બીજુ મર્ડર કરી નાખશું તો અમને કોઇ ફેર નહીં પડે.

ઇજાગ્રસ્તો ચારેય યુવાનો કાપડની દુકાનમાં મજુરી કામ કરે છે. હાલ તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લીધા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement