રાજકોટ,તા.22
જૈન સમાજના ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય અસ્તિત્વને સ્વાભિમાન સાથે જાળવવા અને યુવાનોને જૈન ધર્મની ભવ્ય સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે દિલ્હીની જૈન મંદિર સમિતિઓની એક મહત્વપૂર્ણ બેઠક યમુના પાર દિગમ્બર જૈન સમાજ દિલ્હીમાં યોજવામાં આવી હતી. અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડોલોકેશજીએ જૈન સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, જૈન સમાજ અહિંસક અને શાંતિપ્રેમી સમાજ છે, લોક કલ્યાણના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે, જૈન સમાજ આવક ઉભી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ એકતાના અભાવે જૈન સમાજનું જે મૂલ્યાંકન રાષ્ટ્રીય ક્ષિતિજ પર થવું જોઈએ તે શક્ય નથી, તેથી સમાજમાં એકતા, સમન્વય, સમરસતા વધે તે ખૂબ જ જરી છે. આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ સમત શિખર તીર્થની પવિત્રતા, સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોને એક થવા આહાન કર્યું હતું.
દિગમ્બર આચાર્ય વિહર્ષ સાગરજીએ જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપદેશોને અપનાવવાથી સમાજમાં શાંતિ અને સૌહાર્દ શક્ય છે, પરંતુ હાલમાં જૈન ધર્મના મૂળને ભૂલીને આપણે પરસ્પર ઝઘડાઓમાં વ્યસ્ત છીએ જેના કારણે આપણું ધાર્મિક, સામાજિક અને રાજકીય અધ:પતન થઈ રહ્યું છે. સ્થળ તેમણે કહ્યું કે આપણો આધ્યાત્મિક અને સામાજિક વિકાસ પરસ્પર મિત્રતા, એકતા અને સંવાદિતા દ્વારા જ શક્ય છે. આચાર્ય વિહર્ષ સાગરજીએ જણાવ્યું હતું કે, 18મી ડિસેમ્બરે જૈન ધર્મની વિવિધ વિચારધારાના સંતો લાલ કિલ્લા પરથી જૈન યાત્રાધામોની પવિત્રતા, સંરક્ષાણ અને સંવર્ધન માટે એકત્ર થશે.
વિશ્વ જૈન સંગઠનના પ્રમુખ સંયા જૈનજી એ જણાવ્યું હતું કે 1મી ડિસેમ્બરે રામ લીલા મેદાન ખાતે યાત્રાધામોની સુરક્ષા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા તમામ પરંપરાના સંતો એક મંચ પરથી સંબોધન કરશે આ પ્રસંગે જૈન સમાજના વરિષ્ઠ આગેવાનો અને પંજાબ કેસરીના કાર્યકારી પ્રમુખ સ્વદેશ ભૂષણ જૈનજી : ચક્રેશ જૈનજી, દિલ્હી જૈન સમાજના પ્રમુખ મનોજ જૈનજી . સભ્યોગ દિલ્હીના પ્રમુખ સારિકા જૈનજી, ભાજપ પ્રવક્તા સંજય જૈનજી, વિશ્વ જૈન સંગઠનના પ્રમુખ પ્રમોદ જૈનજી, પ્રધુમન જૈન સહિત ટ્રસ્ટીઓ દિલ્હી એનસીઆરના વિવિધ મંદિરોના પદાધિકારીઓને પણ બૈઠક દરમિયાન સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન યમુના પાર દિગમ્બર જૈન સમાજના પ્રવક્તા વિજેન્દર જૈનજી એ કર્યું હતું. આ પ્રસંગે દિલ્હી એનસીઆરના જૈન મંદિરોના પ્રમુખો, મંત્રીઓ, પ્રમુખો અને મીડિયાના મહાનુભાવો જેમ કે સાધ્યા મહાલક્ષ્મી, સિંઘ કી આવાસ, જૈન ચેનલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.