સુરતમાં જમીનના ધંધાર્થીઓ પર ઈન્કમટેકસના દરોડા: સોનગઢમાં શેર-સટ્ટાખોરો પર તવાઈ

22 November 2022 05:24 PM
Surat Gujarat Rajkot
  • સુરતમાં જમીનના ધંધાર્થીઓ પર ઈન્કમટેકસના દરોડા: સોનગઢમાં શેર-સટ્ટાખોરો પર તવાઈ

કરોડોના બીનહિસાબી-શંકાસ્પદ-વ્યવહારો ખુલ્યા: મોટી કરચોરી ખુલવાની આશંકા

રાજકોટ તા.22
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે ઈન્કમટેકસ પણ સક્રીય હોય તેમ કચ્છ, રાજકોટ બાદ હવે સુરતમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જમીનના દલાલો તથા સટ્ટાખોરને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં જંગી માત્રામાં કાળુ નાણુ પકડાવાની આશંકા છે.

આવકવેરા વિભાગના આધારભૂત સૂત્રોએ કહ્યું કે, ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા સુરત તથા તાળીના સોનગઢમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં જમીનના લે-વેચના વ્યવહારો કરતી ચાર પાર્ટી ઉપરાંત તાપીના સોનગઢમાં શેર-કોમોડીટી સટ્ટા સાથે સંકળાયેલા જૂથને નિશાન બનાવવામાં આવ્યું છે. દોઢ ડઝન જેટલા સ્થળોએ 50થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકયો છે.

પ્રાથમીક તપાસમાં કાળા નાણાંનું સર્જન થાય તેવા એન્ટ્રી વ્યવહારો પણ થતા હોવાનું માલુમ પડયું છે. સૂત્રોના કહેવા પ્રમાણે આવકવેરા વિભાગ દ્વારા કેટલાક વખતથી જમીનના ધંધાર્થીઓ પર ખાનગી વોચ રાખવામાં આવી રહી હતી. મોટી કરચોરીની શંકાથી આજે મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના જમીન વ્યવહારો તથા સટ્ટાકીય વ્યવહારોનો પર્દાફાશ થયો છે.

પ્રાથમીક તપાસમાં કેટલાંક ખેડુતોના કનેકશન પણ નીકળ્યા છે. ખેતીની આવક દર્શાવીને નાણાં વ્યાજે ફેરવવામાં આવતા હોવાનું માલુમ પડયું હતું. આવકવેરા વિભાગ દ્વારા થોકબંધ હિસાબી સાહિત્ય કબ્જે લેવામાં આવ્યુ છે. કરોડોના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. મોટી કરચોરી ખુલવાની આશંકા છે. ઈન્કમટેકસના દરોડાથી સુરતમાં જમીનના ધંધાર્થીઓ તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement