શેરબજારમાં તેજીનો વળાંક: સેન્સેકસ 200 પોઈન્ટ વધ્યો : પેટીએમ નવા તળીયે

22 November 2022 05:35 PM
Business India
  • શેરબજારમાં તેજીનો વળાંક: સેન્સેકસ 200 પોઈન્ટ વધ્યો : પેટીએમ નવા તળીયે

પેટીએમમાં 10 ટકાનુ ગાબડુ: આઈટી શેરોમાં કરંટ

રાજકોટ તા.22
મુંબઈ શેરબજારમાં મંદીની હેટ્રીક બાદ આજે તેજીનો વળાંક આવી ગયો હતો. પસંદગીના ધોરણે લેવાલીથી હેવીવેઈટ શેરો ઉંચકાયા હતા. પેટીએમ જો કે, નવા નીચાસ્તરે ધસી ગયો હતો.

શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક હતું. ભારતીય અર્થતંત્રને વૈશ્ર્વિક મંદીના સંજોગોમાં પણ મોંઘો નહીં આવવાના તથા આવતો કાયદો ભારતનો બની રહેવાના રીપોર્ટમાં પોઝીટીવ અસર હતી. વિદેશી સંસ્થાઓની વેચવાલીનું કારણ ડીસ્કાઉન્ટ થઈ ગયુ હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવા કોઈ કારણો વિના માર્કેટ અટવાતુ રહેવાની સંભાવના છે.

શેરબજારમાં આજે ટીસીએસ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, રીલાયન્સ, સ્ટેટ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રીટાનીયા, યુકો બેંક, યસ બેંક ઉંચકાયા હતા. ભારતી એરટેલ, નેસલે, ભારત પેટ્રોલીયમ, પાવરગ્રીડ નબળા હતા. પેટીએમનો ભાવ 476.65ના નવા નીચા સ્તરે પહોંચ્યો હતો અને પછી 487 સાંપડયો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 172 પોઈન્ટના ઉછાળાથી 61317 હતો તે ઉંચામાં 61378 તથા નીચામાં 61073 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 50 પોઈન્ટ વધીને 18210 હતો તે ઉંચામાં 18228 તથા નીચામાં 18137 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement