...તો રાજકોટના સોની વેપારીઓ અચોક્કસ મુદત સુધી બંધ પાળશે

22 November 2022 08:32 PM
Rajkot Saurashtra
  • ...તો રાજકોટના સોની વેપારીઓ અચોક્કસ મુદત સુધી બંધ પાળશે

આચારસંહિતાના નામે થતી હેરાનગતિને લઈ સુવર્ણકારો લાલઘૂમ, ચેકિંગનના બહાને સોના ચાંદી - દાગીના જપ્ત કરવાની ધમકી અપાતી હોવાની ફરિયાદ

રાજકોટ:
રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભારે ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે આચારસંહિતાના નામે થતી હેરાનગતિને લઈ સુવર્ણકારો લાલઘૂમ થયા છે. ચેકિંગનના બહાને સોના ચાંદી - દાગીના જપ્ત કરવાની ધમકી અપાતી હોવાની ફરિયાદ ઉઠી છે. રાજકોટ ગોલ્ડ ડીલર એસો.અને જેમ્સ એન્ડ જવેલરી એસો. દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ સુધીના વિરોધ કાર્યક્રમો કરવા વિચારણા ચાલી રહી છે.

રાજકોટ ગોલ્ડ ડીલર એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ 'સાંજ સમાચાર' ને જણાવ્યું કે, આચારસંહિતાના નામે થતી હેરાનગતિને લઈને સોની વેપારીઓએ તંત્રને અલટીમેટમ આપ્યું છે. જો આવતીકાલ સુધીમાં નિર્ણય નહિ આવે તો અચોક્કસ મુદતની હડતાળ પાડશે. જોકે હજુ હડતાળનું એલાન કરાયું નથી.

તમામ પુરાવા - દસ્તાવેજો હોવા છતાં વેપારીઓને આચારસંહિતાના નામે ચેકિંગનના બહાને સોના ચાંદી - દાગીના જપ્ત કરવાની ધમકી અપાતી હોવાની ફરિયાદ ઉઠતા હવે આગેવાનો આગળ આવ્યા છે. કારીગરો અને સોનીના વેપારીઓ માટે હાલ લગ્ન સીઝન દરમ્યાન ધંધો કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા પછી પણ કોઈ સોલ્યુશન આવ્યું નથી. આવતીકાલ સુધીમાં કોઈ નિવારણ ન આવે તો સોની બજારના તમામ વેપારીઓ અચોક્કસ મુદત સુધી બંધ પાડશે તેવો નિર્ણય રાજકોટ ગોલ્ડ ડીલર એસો.અને જેમ્સ એન્ડ જવેલરી એસો. દ્વારા લેવાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement