ખેલાડીઓ માટે ‘અચ્છે દિન’: મેડલ જીત્યા એટલે કેન્દ્ર સરકારમાં નોકરી પાક્કી

23 November 2022 11:24 AM
India Sports
  • ખેલાડીઓ માટે ‘અચ્છે દિન’: મેડલ જીત્યા એટલે કેન્દ્ર સરકારમાં નોકરી પાક્કી

► સરકારે 65 રમતોમાં એકથી ત્રણ ક્રમે રહીને મેડલ જીતનારા ખેલાડીઓ માટે ખોલ્યો નોકરીઓનો પટારો: યોગ્યતા ધરાવતાં ખેલાડીને ગ્રુપ ‘સી’ અને ગ્રુપ ‘ડી’માં સીધી ભરતીથી અપાશે નોકરી

► રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં દેશ-રાજ્યનું પ્રતિનિધિ કરનારા ખેલાડીઓ, યુનિવર્સિટી-ઈન્ટર યુનિવર્સિટી રમનારા ખેલાડીઓ, સ્કૂલ વતી રમનારા ખેલાડીઓને અપાશે પ્રાયોરિટી: જો કે વયમર્યાદા, શિક્ષણ, અનુભવને પણ લેવાશે ધ્યાને

નવીદિલ્હી, તા.23
કેન્દ્ર સરકારે ખેલાડીઓને નોકરી અને પ્રમોશન આપવા માટેના નિયમો જાહેર કર્યા છે. ગત સપ્તાહે તમામ મંત્રાલયો અને વિભાગોને કહેવામાં આવ્યું છે કે તેઓ આ નિયમો હેઠળ જ ખેલાડીઓને નોકરી અથવા પ્રમોશન આપે. જો કોઈ મામલામાં ચૂક જણાશે તો તેના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે. આ નિયમ રેલવે, એટોમિક એનર્જી વિભાગ અંતર્ગત આવતી સેવાઓ, ઈલેક્ટ્રોનિક્સના પૂર્વ વિભાગ, અંતરિક્ષ વિભાગ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેઠલ આવનારા વૈજ્ઞાનિક અને ટેક્નોલોજી સેવાઓને છોડીને અન્ય તમામ કેન્દ્રીય વિભાગોના સિવિલ કર્મીઓ ઉપર લાગુ પડશે. નિયમાનુસાર ખષલાડીઓને ત્રણ પ્રમોશન પણ મળશે. કેન્દ્ર સરકારે નોકરી માટે 65 વર્ષની વયમર્યાદા પણ નિશ્ર્ચિત કરી છે.

એવો ખેલાડી જેણે રાજ્ય અથવા દેશનું રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં પ્રતિનિધિત્વ કર્યું હોય, એવો ખેલાડી જેણે યુનિવર્સિટી અને ઈન્ટર યુનિવર્સિટી મુકાબલામાં પ્રતિનિધિત્વ કર્યું હોય (જો કે આ મુકાબલો ઈન્ટર યુનિવર્સિટી સ્પોર્ટસ બોર્ડ દ્વારા આયોજિત કરાયો હશે તો જ), એ ખેલાડી જેણે પોતાની સ્કૂલની ટીમનું પ્રતિનિધિત્વ નેશનલ ટૂર્નામેન્ટમાં કર્યું હોય (આ ટૂર્નામેન્ટ ઑલ ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ ફેડરેશન દ્વારા આયોજિત હશે તો જ), કોઈ એવો ખેલાડી જેણે રાષ્ટ્રીય શારીરિક દક્ષતા ડ્રાઈવ હેઠળ નેશનલ એવોર્ડ જીત્યો હોય, આ ઉપરાંત અરજદારે સરકારી નોકરી માટે અન્ય તમામ યોગ્યતાઓ જેમ કે વય, શિક્ષણ અને અનુભવ સહિતની શરતો પરિપૂર્ણ હશે તો તેને કેન્દ્ર સરકાર નોકરી આપશે.

યોગ્યતા પૂર્ણ કરનારા ખેલાડીઓની નિયુક્તિ ગ્રુપ ‘સી’ અને ગ્રુપ ‘ડી’ના પદ ઉપર થશે. અહીં ભરતી માટે જે નિયમ નક્કી કરાયા હશે તે પ્રમાણે જ નોકરી અપાશે. સીધી ભરતી દ્વારા ગ્રુપ ‘એ’ અને ગ્રુપ ‘બી’ના પદ ઉપર કોઈ પણ નિમણૂક કરવામાં આવશે નહીં. ભારત સરકારના મંત્રાલય અને વિભાગ કોઈ પણ સમયે મેરિટ ધરાવતાં ખેલાડીને નોકરી આપી શકશે. નિયુક્તિ પ્રક્રિયાથી છૂટ પણ આપી શકાશે. જો કે એટલું ધ્યાન રાખવાનું રહેશે કે સીધી ભરતીના મામલામાં કોઈ પણ પ્રકારની અનામત, કુલ પદોના 50%થી વધુ ન હોવા જોઈએ.

જો કે આ નિયમોમાં સમયાંતરે ફેરફાર પણ થતો રહેશે અને તે પ્રમાણે જ ખેલાડીઓને નોકરી આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હોય તો તેમાં સંબંધિત ફેડરેશનના સચિવ તરફથી પ્રમાણપત્ર ઈશ્યું થવું જરૂરી બની જશે. આવા મામલામાં માત્ર એક જ પ્રમાણપત્ર જરૂરી ગણવામાં આવ્યું છે. આવી જ રીતે નેશનલ ટૂર્નામેન્ટ હોય તો તેમાં રાષ્ટ્રીય સ્તરના ફેડરેશનના સચિવ અથવા સંબંધિત રમતના રાજ્ય એસોસિએશનના સચિવ દ્વારા ઈશ્યુ કરાયેલું સર્ટિફિકેટ જરૂરી બની જશે. ઈન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટ હોય તો ડીન સ્પોર્ટસ દ્વારા સર્ટિફિકેટ ઈશ્યુ થવું જરૂરી બની જાય છે. આવો જ નિયમ સ્કૂલ સ્તર માટે પણ રહેશે.

નોકરી માટે પહેલી પ્રાથમિકતા એ ખેલાડીઓને અપાશે જેમણે યુવા મામલા અને રમત વિભાગની મંજૂરી બાદ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હશે. આ પછી આગલી પ્રાયોરિટી એ ખેલાડીને મળશે જેમણે જુનિયર અથવા સીનિયર સ્તરની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પોતાના રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હશે.

આ રમતોમાં પહેલાં ત્રણ સ્થાન ઉપર ખેલાડીએ મેડલ જીતવું જરૂરી છે. સીનિયરઅને જુનિયર મુકાબલા મતલબ કેઆ બન્ને વર્ગોમાં મેડલ આવે છે તો સીનિયર મુકાબલામાં મેડલ જીતનારા ખેલાડીને નોકરીમાં પ્રાથમિક્તા અપાશે. આગલી પ્રાયોરિટી ઈન્ટર યુનિવર્સિટી મુકાબલામાં મેડલ વિજેતાઓને આપવામાં આવશે. અહીં પણ ખેલાડી માટે પહેલાં ત્રણ સ્થાને મેડલ જીતવો જરૂરી છે.

આ ખેલાડીઓને નોકરીની વયમર્યાદામાં મહત્તમ પાંચ વર્ષની છૂટ પણ આપવામાં આવી શકે છે. એસસી-એસટી વર્ગના ખેલાડીઓ માટે દસ વર્ષની છૂટ રહેશે. રમતોમાં શાનદાર ઉપલબ્ધી હાંસલ કરનારા ખેલાડીઓને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવામાં આવશે અને તેનું પદ અપગ્રેડ પણ કરવામાં આવી
શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement