ગોંડલના ડૈયામાં 25 થી વધુ ઘેટાના મોત: અરેરાટી

23 November 2022 11:49 AM
Gondal
  • ગોંડલના ડૈયામાં 25 થી વધુ ઘેટાના મોત: અરેરાટી

ઘટનાનો ભેદ ઉકેલવા વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

ગોંડલ,તા.23
ગોંડલ તા.શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આટા ફેરા વધી જાય છે દરમિયાન ગોંડલ તાલુકાના ડૈયા ગામે પશુપાલકના 25 થી વધુ ઘેટાના મોત નીપજતા વનવિભાગે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.ઘેટા નુ મારણ નથી થયુ ત્યારે ઘેટા ના મોત અંગે તપાસ હાથ ધરાઇ છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તાલુકાના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નાજાભાઇ ઝાપડા એ પોતાના 25થી વધુ ઘેટાઓને વાડામાં ખુલ્લા રાખ્યા હોય દરમિયાન મંગળવાર સવારે 25 થી વધુ ઘેટાના મોત નીપજેલા જણાતા વન વિભાગ ને જાણ કરી હતી આઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા હાલ કોઈ વન્ય પ્રાણીના સગડ મળ્યા નથી જંગલી સ્વાનની બીકથી પણ ઘેટાઓના એક સાથે મોત નીપજતા હોય છે બંને દિશામાં વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement