જસદણમાં ક્રિકેટ સટ્ટો રમતો અમીન ઉર્ફે ધમો મેમણ ઝડપાયો

23 November 2022 12:09 PM
Jasdan
  • જસદણમાં ક્રિકેટ સટ્ટો રમતો અમીન ઉર્ફે ધમો મેમણ ઝડપાયો

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે રોકડ અને મોબાઇલ ફોન મળી રૂા.10,510નો મુદ્દામાલ જપ્ત કર્યો, અસલમ ઉર્ફે મુન્નાએ આઇડી આપ્યાની કબુલાત

રાજકોટ, તા. 23
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે જસદણમાં દરોડો પાડી મોબાઇલ આઇડી પર ક્રિકેટ સટ્ટો રમતા અમીન ઉર્ફે ધકો ઇકબાલ ઇસાણી(મેમણ) (ઉ.વ.40, રહે. સરકારી દવાખાના પાસે, ખાટકી ચોક, જસદણ)ને દબોચી લીધો હતો. એલસીબીના પીઆઇ બી.વી.ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઇ એચ.વી.ગોહિલ, ડી.જી.બડવા, એસઆઇ મહેશભાઇ જાની વગેરે પેેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતા જસદણ નવા બસ સ્ટેશનથી બાજુમાં ક્રિષ્ના કોમ્પલેક્ષ પાસેથી અમીનને ઝડપી લીધો હતો તે મોબાઇલ આઇડી મારફત ઓનલાઇન સટ્ટો રમતો હતો.

ઇન્ડીયા-ન્યુઝીલેન્ડના મેચ ઉપર તે જુગાર રમતો હતો. પ્રાથમિક પુછપરછમાં જસદણના ખાટકી ચોકમાં રહેતા અસલમ ઉર્ફે મુન્નાભાઇ સતાર પરીયાણીએ જુગાર રમતા આઇડી આપી હોવાની કબુલાત આરોપીએ આપી છે. અસલમનું નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


Advertisement
Advertisement
Advertisement