જુનાગઢ-બગદાણા રૂટની એસ.ટી. બસ ખખડધજ હાલતમાં: મુસાફરોને જોખમ

23 November 2022 12:12 PM
Junagadh
  • જુનાગઢ-બગદાણા રૂટની એસ.ટી. બસ ખખડધજ હાલતમાં: મુસાફરોને જોખમ

બસની ચારે તરફ પતરાની કટાઇ ગયેલી હાલત: અંદર પણ બેસવાની હાલત ખરાબ

વિસાવદર, તા.23
એસટી વિભાગ માં ઘણી નવી બસો આપવામાં આવી છે એમ છતાં અતિ ખરાબ કહી શકાય કે જે બસ ની ચારો બાજુ કટાઈ ગયેલા પતરાઓ દેખાય છે જેમાં અંદર બેસવામાં પણ જોખમ જોયે એવી જેતપુર ડેપો ની બસ જીજે18ઝેડ6010 નંબર ની બસ જોતા પણ દેખાય કે આ બસ અતિ ખરાબ હાલત માં છે તેમ છતાં એસટી અધિકારી ઓ દ્વારા મુસાફરો અને ડ્રાઈવર ક્ધડકરના જીવને જોખમમાં મુકવા ઈચ્છી રહ્યા હોય તેમ લાગે છે.

જેતપુર ડેપોની જુનાગઢ-બગદાણા રૂટની આ બસ હમેશા મુસાફરોથી ભરચક હોય છે રોજ આ રૂટ ઉપર બગદાણા દર્શન કરવા જતાં ભક્તોની સારી એવી સંખ્યા હોવા છતાં એસટી વિભાગના જેતપુર ડેપો દ્વારા ખરાબ બસ ડ્રાઈવરોને આપીને પોતે ઓફીસમાં બેસી રહે છે તેને કોઈ મુસાફરો ના અને પોતાન સ્ટાફના જીવ ની પરવા ન હોય તેમ લાગે છે જો આ બસનું કોઈપણ કારણ સર અકસ્માત સર્જાયો તો એનો જવાબ દાર કોણ એવું મુસાફરો પૂછી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement