ભાવનગરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓને મતદાન કરવા 10 ફેસિલિટેડ સેન્ટરો ઉભા કરાયા

23 November 2022 12:13 PM
Bhavnagar Elections 2022
  • ભાવનગરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓને મતદાન કરવા 10 ફેસિલિટેડ સેન્ટરો ઉભા કરાયા

કર્મચારીઓ બેલેટ પેપર મારફત મતદાન કરી ફરજ અદા કરશે

ભાવનગર, તા.23
ભાવનગર જિલ્લામાં અંદાજીત કુલ -14981 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ મોટી સંખ્યામાં પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી શકે તે હેતુથી ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા મત વિભાગ પર તમામ તાલીમ સમય દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જેમાં તાલીમ સમય દરમિયાન તથા તાલીમ સમય પૂર્ણ થયા પછી 2 (બે) કલાક સુધી આવુ પોસ્ટલ બેલેટથી થનાર મતદાન ચાલુ રહેશે તથા પોલીસ વિભાગ માટે અલાયદા 3 (ત્રણ) સેન્ટર પર પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ફેસીલીટેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જેમાં 99-મહુવા બેઠક પર કે.જી.મહેતા ક્ધયા વિદ્યાલય- મહુવા ખાતે તા.24/11 થી તા.25/11 ના રોજ 9 કલાક થી 17 કલાક સુધી, 100-તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા ખાતે તા.23/11 થી તા.25/11 ના રોજ 8 કલાક થી 17 કલાક સુધી, 101-ગારીયાધાર બેઠક ખાતે એમ.ડી.પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ- ગારીયાધાર ખાતે તા.24/11 થી તા.25/11 ના રોજ સવારે 9:00 કલાક થી 17:00 કલાક સુધી, 102-પાલીતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા, ગારીયાધાર રોડ- પાલીતાણા ખાતે તા.24/11 થી તા.25/11 ના રોજ 9:00 કલાક થી 17:30 કલાક સુધી, 103-ભાવનગર ગ્રામ્ય સર બી.પી.ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ, વાઘાવાડી રોડ- ભાવનગર ખાતે તા.23/11 થી તા.25/11 ના રોજ 12:00 કલાક થી 17:00 કલાક સુધી, 104-ભાવનગર પૂર્વ બેઠક પર ડી.એ.વળીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તા.24/11 થી તા.25/11 ના રોજ 9:00 કલાક થી 17:00 કલાક સુધી અને 105- ભાવનગર પશ્ર્વિમ બેઠક ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તા.23/11 થી તા.24/11 ના રોજ 12:00 કલાક થી 17:00 કલાક સુધી પોલીસ અધિક્ષકની કચેરી, ભાવનગર ખાતે ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે તથા તા.25/11 ના રોજ માત્ર હોમગાર્ડ અને જી.આર.ડી.ના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી.ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહુવા કે.જી.મહેતા ક્ધયા વિદ્યાલય- મહુવા ખાતે તા24/11 ના રોજ 7:30 કલાક થી 17:30 કલાક દરમિયાન અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, પાલીતાણા ખાતે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલીતાણા ખાતે તા.24/11ના રોજ 7:30 કલાક થી 17:30 કલાક દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરી શકાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement