ગોંડલમાં શિવ ગેસ્ટહાઉસની અગાસી પર જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

23 November 2022 12:14 PM
Gondal
  • ગોંડલમાં શિવ ગેસ્ટહાઉસની અગાસી પર જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

રાજકોટ તા.23
ગોંડલમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ શિવ ગેસ્ટ હાઉસની અગાસી પર ચાલતી ઘોડીપાસાનો જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા.10400ની રોકડ સાથે દબોચ્યા હતા. દરોડાની વિગત અનુસાર ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.જે. કેરાળીયા અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહને મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલના બસ સ્ટેન્ડ નજીક આવેલ શિવ ગેસ્ટ હાઉસની અગાસી ઉપર જાહેરમાં ચાલતા ઘોડી પાસાનો જુગાર રમતા સલીમ મામદ મકવાણા (ઉ.53), સિકંદર સલીમ શેબા (ઉ.32) દીપ ઘનશ્યામ ઉપાધ્યાય (ઉ.32) ભાવેશ બાબુ ટોળીયા (ઉ.43) મહમદ ફારૂક નાગાણી (ઉ.25) ઈબ્રાહીમ બોડુ ખીરાણી (ઉ.38) જોની કીરીટ બાતવીયા (ઉ.35) અને અબુ હાસમ આદમાણી (ઉ.33)ને રૂા.10400ની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Advertisement
Advertisement
Advertisement