છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ગાંધીધામ પોલીસ

23 November 2022 12:15 PM
kutch
  • છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ગાંધીધામ પોલીસ

અપહરણ તથા પોકસોના ગુનામાં

(ગની કુંભાર) ભચાઉ તા.23
બોર્ડર રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પો.અધિ. મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ તરફથી આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની સુચના આપવામાં આવેલ.જેથી એમ.એમ. જાડેજા પો.ઈ. એલસીબીની આગેવાનીમાં પો.સ.ઈ. વી.આર. પટેલ તથા એલસીબી ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે દરમ્યાન છેલ્લા ત્રણ વર્ષથી અપહરણ તથા પોકસોના ગુનામાં સુરેશ મનજી વડેચા નામના આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પો.ઈ. એમ.એમ. જાડેજા, પો.સ.ઈ. વી.આર. પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.


Advertisement
Advertisement
Advertisement