જુનાગઢ વિધાનસભાની પાંચ બેઠકોમાં 80ર મતદારો ઘર બેઠા મતદાન કરશે

23 November 2022 12:19 PM
Junagadh Elections 2022
  • જુનાગઢ વિધાનસભાની પાંચ બેઠકોમાં 80ર મતદારો ઘર બેઠા મતદાન કરશે

ત્રણ બેઠકોમાં આવશ્યક સેવાવાળા 64નું બેલેટથી મતદાન

જુનાગઢ, તા. 23
વિધાનસભાની બેઠકોમાં મતદાનને લઇને આ વર્ષે દિવ્યાંગ મતદારો, આવશ્યક સેવાઓ હેઠળ નિમાયેલા વ્યકિતઓ અને 80 વર્ષથી વધુની વયના મતદારો ઘરે બેઠા મતદાન કરવાનો વિકલ્પ અપાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના પ વિધાનસભા મત વિસ્તારો હેઠળ આવેલા 46.8પ3 પૈકી માત્ર 80ર મતદારો એ જ ઘરે બેઠા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો છે.

જુનાગઢની પ બેઠકોમાં 1 ડિસેમ્બરના મતદાન માટે પાંચ રીટર્નીંગ ઓફીસરોને મતદારોને ઘરે દોડાવી કુલ 14338 દિવ્યાંગો અને 80થી વધુ ઉંમરના 3રપ1પ મળી કુલ 41853ને ફોર્મ નંબર 1ર-ડી પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં ઘરે બેઠા 80 વર્ષથી ઉપરના માણાવદર મત વિસ્તારમાંથી 7પ, જુનાગઢમાં 206, વિસાવદર ર66, કેશોદ 57, માંગરોળ ર4 મળી કુલ 6ર9 મતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત દિવ્યાંગ મતદારોમાં માણાવદરમાં 16, જુનાગઢ 77, વિસાવદર 54, કેશોદ 22, માંગરોળ 4 મળી કુલ 173 દિવ્યાંગ મતદારો ઘરે બેઠા જ મતદાન કરવાનો વિકલ્પ અપનાવ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement