જેમણે માતા-પિતાની આંતરડી કકળાવી છે તેને કોઇપણ ક્ષેત્રે સફળતા નહિ મળે

23 November 2022 12:22 PM
Junagadh
  • જેમણે માતા-પિતાની આંતરડી કકળાવી છે તેને કોઇપણ ક્ષેત્રે સફળતા નહિ મળે

જુનાગઢ : પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિ.મ.નું પ્રેરક પ્રવચન

જુનાગઢ, તા. 23
જુનાગઢ ભવનાથમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ચાલી રહેલા પ્રવચનમાં ગઇકાલે જૈનાચાર્યએ જણાવ્યું હતું કે ભગવાનની પૂજા પછી કરજો પહેલા ભગવાન તુલ્ય માતા-પિતાની સેવા પૂજા કરજો જેણે માતા-પિતાની આંતરડી દુભાવી છે કકળાવી છે તેને કોઇ ક્ષેત્રે સફળતા નથી મળવાની.

જુનાગઢ ભવનાથમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ચાલી રહેલા પ્રવચન દરમ્યાન પંન્યાસ પ્રવર પદ્મદર્શન વિજયજી જણાવ્યું હતું કે અત્યારના યુગમાં ધર્મ વધવા લાગ્યા છે પણ સ્વધર્મ ઘટવા લાગ્યો છે. ધર્મની શોભા સ્વધર્મના પાલનથી છે. માતા-પિતા એ આપણા માટે જીવતા જાગતા ભગવાન છે, મંદિરના ભગવાનની પૂજા પછી કરજો પરંતુ ભગવાનતુલ્ય માતા-પિતાની સેવાપૂજા પહેલા કરજો તેમ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમણે માતા િ5તાની આંતરડી કકળાવી છે તેને કોઇ ક્ષેત્રમાં સફળતા મળતી નથી, મા-બાપ જેટલા મહાન છે, તેટલો સમાજ મહાન છે સમાજના બંધારણના કારણે આપણે મર્યાદામાં રહી શકીએ છીએ. આજે ઘણી બધી ગેરસમજના કારણે સમાજ તુટી રહ્યો છે જેથી પોતાને અને પરિવારની જીંદગી છે તેમ સામાજીક જીંદગીને ન્યાય આપવો જોઇએ.


Advertisement
Advertisement
Advertisement