આઝાદીની શતાબ્દિએ દેશની અર્થ વ્યવસ્થા 40 ટ્રિલિયન ડોલરની થઈ જશે: મુકેશ અંબાણી

23 November 2022 04:10 PM
Business India
  • આઝાદીની શતાબ્દિએ દેશની અર્થ વ્યવસ્થા 40 ટ્રિલિયન ડોલરની થઈ જશે: મુકેશ અંબાણી

પંડિત દીનદયાલ ઉર્જા વિશ્ર્વ વિદ્યાલયના 10માં દિક્ષાંત સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનનું સંબોધન

નવીદિલ્હી તા.23
પંડિત દીનદયાલ ઉર્જા વિશ્ર્વ વિદ્યાલયના 10માં દીક્ષાંત સમારોહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે આવનારા 25 વર્ષમાં ભારતની અર્થ વ્યવસ્થા 40 ટ્રિલિયન ડોલરની થઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે અર્થ વ્યવસ્થા મુખ્ય રૂપે એક સ્વચ્છ ઉર્જા ક્રાંતિ અને ડિઝીટલીકરણ દ્વારા સંચાલિત થશે. ભારત અર્થ વ્યવસ્થાની બાબતમાં હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ દુનિયામાં પાંચમો સૌથી મોટો દેશ છે.

અંબાણીએ જણાવ્યું હતું કે ભારત 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થા બની જશે, જયારે ભારત ભારત આઝાદીની સદી ઉજવતો હશે. મુકેશ અંબાણીએ જણાવાયું હતું કે ત્રણ ગેમ ચેન્જીંગ ક્રાંતિ આવનારા દાયકાઓમાં ભારતના વિકાસને નિયંત્રિત કરશે. તેમાં સ્વચ્છ ઉર્જા ક્રાંતિ, જૈવ ઉર્જા ક્રાંતિ અને ડિઝીટલ ક્રાંતિ સામેલ છે.

તેમણે છાત્રોને ત્રણ મંત્રો આપ્યા હતા. મોટી વિચારો, હરિયાળુ વિચારો અને ડિઝીટલ વિચારો. એક દુસ્સાહસી સપના જોનાર બનો. દુનિયામાં અત્યાર સુધીમાં બનેલી દરેક મોટી ચીજ એકવાર એક સપનુ જ હતી, તેને અસંભવ માનવામાં આવતું હતું. સપનોને સાકાર કરવા સાહસ, દ્દઢ વિશ્ર્વાસ, અનુશાસન અપનાવવું પડશે.


Related News

Advertisement
Advertisement
Advertisement