રાજકોટ,તા.23
એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પરમપૂજ્ય પુરાણી શ્રીબાલકૃષ્ણસ્વામીના સાનિધ્યમાં એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે એસજીવીપી રાજકોટનો પરિવાર મિલન સમારોહ તથા શાકોત્સવ રાખવામાં આવ્યો હતો.
ગુરુકુલના માનવંતા ટ્રસ્ટી નવીનભાઈ દવેના યજમાન પદે આયોજિત આ શાકોત્સવ અને સ્નેહ મિલન સમારોહમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પ્રસંગે પરિવારના સ્નેહ મિલનની આવશ્યકતા સમજાવી હતી.
રાજકોટ ઉપરાંત રીબ, રીબડા, ગુંદાસરા, વાવડી, મવડી વગેરે ગામોમાંથી 4000 થી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો.આ સ્નેહ મિલનમાં મુંબઈથી ગોપાલભાઈ દવે, મધુભાઈ દોંગા (ટ્રસ્ટી ), ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ), રવજીભાઈ હીરાણી (યુકે) વગેરેની વિશેષ ઉપસ્થિતી રહી હતી.તથા રીબડા, શાપર, પડવલા, મેટોડા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદેદારો હાજર રહ્યા હતા.