► તા.25મીથી તા.28 સુધી એરપોર્ટ રોડ દેરાસરમાં પૂજયશ્રીના પ્રેરક વ્યાખ્યાન: લાભ લેવા અનુરોધ
રાજકોટ,તા.23
જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ.શ્રી જયશેખર સુરીશ્ર્વરજી મહારાજ પ્રેરિત શ્રી શાંતિનાથ જિનાલય (એરપોર્ટ રોડ દેરાસર)ના આંગણે યુવા પ્રવચનકાર પૂ.પંન્યાસ પ્રવર શ્રી સત્વબોધિ વિ.મ.ની નિશ્રામાં જિનાલયની 15મી સાલગિરિ ઉજવવામાં આવનાર છે. પૂ.સત્વબોધી વિજયજીમ.આદિઠાણા તા.25મીના શુક્રવારે સવારે 7.30 કલાકે પધારશે. તથા તા.28 સુધી સ્થિરતા કરશે. તે દરમ્યાન દરરોજ સવારે 8.30 થી 9.30 આધ્યાત્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવેલ છે.
તે અનુસાર તા.25મીના વસંત જયારે પાનખર બને છે. તે વિષય પર તા.26ના જીંદગી એક સફર છે. તા.27ના બારવ્રત નિયત વિશે તથા તા.28મીના પૂજયશ્રીની નિશ્રામાં સવારે 10.30 કલાકે ધજા ચડાવવામાં આવશે.
તા.27મીના સવારે 8.30 કલાકે, બારવ્રત નિયમ વિશેના પૂજયશ્રીના વ્યાખ્યાનમાં ભાવિકો શકય હોય તેટલા નિયમ ગ્રહણ કરી શકશે.ભાવિકોએ એક શ્રીફળ, નૈવેધ, ચેવડો તથા ગૃહપતિ લાવવાની રહેશે. તેમ સંઘની યાદિમાં જણાવાયું છે.