સાધ્વીજી શ્રી ધર્મશીલા શ્રીજી મ.ના સંયમ જીવનની 53મી સાલગિરિ નિમિતે ત્રિદિવસીય, શ્રી જિનભકિત મહોત્સવનું આયોજન

23 November 2022 04:38 PM
Rajkot Dharmik
  • સાધ્વીજી શ્રી ધર્મશીલા શ્રીજી મ.ના સંયમ જીવનની 53મી સાલગિરિ નિમિતે ત્રિદિવસીય, શ્રી જિનભકિત મહોત્સવનું આયોજન

શનિવારથી સોમવાર સુધી પ્રાચીન તીર્થ શ્રી માંડવી ચોક જિનાલયના આંગણે

► તા.26મીના બપોરે પંચ કલ્યાણક પુજા, તા.27મીના સિદ્ધચક્ર મહાપૂજન તથા તા.28મીના સોમવારે સમૂહ સામાયિક યોજાશે

રાજકોટ,તા.23
પૂ. આગમોદ્ધારક આનંદ સાગરસૂરિ મ. સમુદાયના સંઘ સ્થવિર ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી દોલતસાગરસૂરિશ્ર્વરજી મહારાજના પૂ. શિવ તિલક, મૃગેન્દ્ર, સુયશ તથા પૂ. સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી ધર્મશીલા શ્રીજી મ.ના સંયમ જીવનની 53મી સાલગિરિ પ્રસંગે આગામી તા.26મીના શનિવારથી તા.28મીના સોમવાર સુધી ત્રિદિવસીય શ્રી જિનેન્દ્ર ભકિત મહોત્સવનું આયોજન પૂ. વિપુલયશાશ્રીજી મ., સાધ્વીજી શ્રી વ્રતધરા શ્રીજી મ., પૂ. સા. શ્રી રમ્યશીલાશ્રીજી મ., પૂ. સા.શ્રી ભવ્યશીલા શ્રીજી મ., પૂ. સાધ્વીજી શ્રી પર્વયશાશ્રીજી મ. આદિની નિશ્રામાં 196 વર્ષ પ્રાચીન તીર્થ શ્રી માંડવી ચોક દેરાસર (દાદાવાડી) ખાતે કરવામાં આવેલ છે.

મહોત્સવની વિગતો અનુસાર તા.26મીના શનિવારે બપોરે 3 વાગે શ્રી મહાવિર મંડળની બહેનો શ્રી પંચકલ્યાણક પુજા ભણાવાશે.

તા.27મીના રવિવારે સવારે 9.30 કલાકે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવાશે. જેમાં વિધિકાર તરીકે વાંકાનેરના જશુભાઇ તથા પ્રતાપભાઇ શાહ (રાજકોટ) પ્રભુ ભકિતમાં ભાવિકોને રસતરબોળ કરશે.

તા.28મીના સોમવારે સવારે 10 વાગે સમૂહ સામાયિક યોજવામાં આવેલ છે. ત્રિદિવસીય જિનેન્દ્ર ભકિત મહોત્સવનો દિવ્ય લાભ લીલાવંતીબેન પોપટલાલ ધારશી દોશી ઘી વાળા પરિવાર (હસ્તે સરોજબેન અનિલભાઇ દોશી, તૃપ્તિબેન જયેન્દ્રભાઇ દોશી તથા રમાબેન વિદ્યાચંદ્ર વોરા)એ લીધો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement