યુવા મતદાતાઓની જાગૃતિ માટે તા. 25ના યોજાશે ‘કોફીવીથ કલેક્ટર’ કાર્યક્રમ : આઈકોન ચેતેશ્વર પુજારાની ઉપસ્થિતિ

23 November 2022 04:58 PM
Rajkot Elections 2022 Politics Sports
  • યુવા મતદાતાઓની જાગૃતિ માટે તા. 25ના યોજાશે ‘કોફીવીથ કલેક્ટર’ કાર્યક્રમ : આઈકોન ચેતેશ્વર પુજારાની ઉપસ્થિતિ

પ્રથમવાર મતદાન કરનારા યુવાઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે કરાશે અપીલ

રાજકોટ,તા. 23
રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોની આગામી તા. 1 ડીસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને અધિક ચૂંટણી અધિકારી ખાચરના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં આગામી તા. 25મીના રોજ સાંજે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને આઈકોન ચેતેશ્ર્વર પૂજારાની વિશેષ ઉપસ્થિતિમાં યુવા મતદારો માટે કોફી વીથ કલેક્ટર કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.

જેમાં વિધાનસભાની આ ચૂંટણીમાં જે યુવા મતદારો સૌપ્રથમવાર જ મતદાન કરનાર છે તેવા મતદારો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યુવા મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે આઈકોન ચેતેશ્ર્વર પૂજારા દ્વારા યુવાઓને અપીલ કરવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીની સાપેક્ષમાં આ વખતે 10 ટકા વધુ મતદાન થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મતદાનના દિવસે મતદારો વધુને વધુ મતદાન કરી શકે તે માટે રજા જાહેર કરવામાં આવી છે. તેમજ ગત ચૂંટણીમાં જે વિસ્તારોમાં ઓછુ મતદાન થયું છે ત્યાં વિશેષ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જેમાં આગામી તા. 25મીના રોજ સાંજનાં જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને યુવાઓના આઈકોન ચેતેશ્ર્વર પૂજારાની વિશેષ ઉપસ્થિતિમાં હોટલ સિઝન ખાતે કોફી વીથ કલેક્ટર કાર્યક્રમ યુવા મતદાતાઓની જાગૃતિ અર્થે આયોજીત કરવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement