શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેકસ વધુ 228 પોઈન્ટ ઉંચકાયુ

23 November 2022 05:05 PM
Business India
  • શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેકસ વધુ 228 પોઈન્ટ ઉંચકાયુ

અદાણી ગ્રુપમાં નરમાઈ: બેંક સ્ક્રીપોમાં કરંટ

રાજકોટ તા.23
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો ઝોક રહ્યો હતો. પસંદગીના ધોરણે હેવીવેઈટ શેરોમાં ખરીદી રહેતા સેન્સેકસ 228 પોઈન્ટ ઉંચકાયો હતો. શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને હતી. વિશ્વબજારોનો પડઘો હતો.

વિદેશી સંસ્થાઓની વેચવાલી, ડોલર સામે રૂપિયાની નબળાઈ જેવા કારણો ડીસ્કાઉન્ટ થઈ ગયા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવા વન-વે ટ્રેન્ડ માટે નવા કારણોની રાહ છે.

શેરબજારમાં આજે આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, મહીન્દ્ર, મારૂતી, નેસલે, સ્ટેટ બેંક, ટાઈટન, એચડીએફસી, એપોલો હોસ્પીટલ, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ તથા પંજાબ નેશનલ બેંક વગેરે ઉંચકાયા હતા. પાવરગ્રીડ, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, હીરો મોટો વગેરે નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 228 પોઈન્ટના ઉછાળાથી 61647 હતો તે ઉંચામાં 61780 તથા નીચામાં 61442 હતો. નિફટી 61 પોઈન્ટ ઉંચકાઈને 18304 હતો તે ઉંચામાં 18325 તથા નીચામાં 18251 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement