ઘઉં સહિતની કૃષિ ચીજોની નિકાસબંધી હટાવો : ખેડુત લોબી મેદાને, સરકારમાં ધા

23 November 2022 05:46 PM
Rajkot Saurashtra
  • ઘઉં સહિતની કૃષિ ચીજોની નિકાસબંધી હટાવો : ખેડુત લોબી મેદાને, સરકારમાં ધા

રાજકોટ,તા. 23
ગુજરાતની ચૂંટણી પહેલા દેશના ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે બજેટમાં ઘઉં સહિતની કેટલીક એગ્રો કોમોડીટીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવવા માટે માગણી કરી છે. નાણા મંત્રાલય સાથે પ્રિ-બજેટ પરામર્શ ખેડૂતોના સંગઠનોએ મંગળવારે સરકારને ઘઉં જેવી કૃષિ વસ્તુઓની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા અને લઘુતમ ટેકાના ભાવ કરતા ઓછી કિંમત ધરાવતા ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મુકવા જણાવ્યું હતું.

ખેડૂતોએ એવી માગ કરી છે કે સરકારે પામને બદલે સ્થાનિક તેલીબિયા જેવા કે સોયાબીન, સરસવ, મગફળી અને સૂર્યમુખીનું સ્થાનિક ઉત્પાદન ન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની વર્ચ્યુઅલ મીટીંગ દરમ્યાન ખેડૂતોના સંગઠનો દ્વારા પ્રોસેસ્ડ ફૂડ પર વધુ ટેક્સ લાદવોએ વધુ એક સુચન હતું.

કેન્દ્રીય બજેટ 2023-24 માટેની તેમની માંગની સૂચિમાં ભારત ખેડૂત સમાજના અધ્યક્ષ અજય વીર જાખરે માંગ કરી હતી કે સરકારે જે કોમોડીટીનો ભાવ મીનીમમ સપોર્ટ ભાવ કરતા ઓછો હોય તે ચીજોની આયાતને મંજુરી આપવી જોઇએ નહીં. કોન્સોર્ટિયમ ઓફ ઇન્ડીયન ફાર્મર્સ એસો.ના પ્રમુખ રઘુનાથ દાદા પાટીલે જણાવ્યું હતું કે ઘઉં અને ચોખા જેવા ખેતપેદાશોની નિકાસ પર પ્રતિબંધોને કારણે ખેડૂતોની આવક પર પ્રતિકુળ અસરથઇ છે.

બેઠક દરમ્યાન તેમણે સૂચન કર્યું હતું કે સરકારે કૃષિ ઉત્પાદનોની નિકાસ પર નિયંત્રણો લાદવા ન જોઇએ, તેમના મતે નિકાસ માત્ર દેશને વિદેશી ચલણ મેળવવામાં મદદ કરશે. ભારતે ઘરેલુ પુરવઠો વધારવા અને ફુગાવાને કાબુમાં રાખવા ઘઉં અને ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે જેની ખેડૂતોએ વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારનેદેશના ખેડૂત સંગઠનોએ રજુઆત કરી છે પરંતુ સરકાર બીજી તરફ મોંઘવારીને પણ ધ્યાનમાં રાખતી હોવાથી હાલ કોઇ બોલ્ડ નિર્ણય ન લે તેવી સંભાવના છે.


Related News

Advertisement
Advertisement
Advertisement