દેશમાં 120 નવા વિમાન માર્ગો પર સસ્તી વિમાન સેવા ટુંક સમયમાં શરૂ થશે: સિંધીયા

24 November 2022 10:14 AM
India Travel
  • દેશમાં 120 નવા વિમાન માર્ગો પર સસ્તી વિમાન સેવા ટુંક સમયમાં શરૂ થશે: સિંધીયા

♦ નાગરિક ઉડ્ડયન મંત્રીની મહત્વની જાહેરાત

♦ હવે પરીસ્થિતિ બદલી છે, આ ક્ષેત્રમાં આકાસા આવી ગઈ છે, જેટ એરવેઝ પણ નવી રીતે આવી રહી છે: જયોતિરાદીત્ય

નવી દિલ્હી તા.24
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન તેમજ પોલાદ મંત્રી જયોતીરાદીત્ય સિંધીયાએ જણાવ્યું કે ઉડાન યોજના અંતર્ગત દેશમાં હવાઈ યાત્રાના 120 નવા માર્ગ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ ઉડાન યોજના અંતર્ગત કેટલાક ટકા ટિકીટ યાત્રીઓને સસ્તા દરે આપવામાં આવે છે.

એક મુલાકાતમાં સિંધીયાએ જણાવ્યું હતું કે, ઉડાન 4.2ની તૈયારી ચાલી રહી છે. લગભગ 120 નવા ઉડાન રૂટ શરૂ કરી રહ્યા છીએ, જેમાંથી 18 ટકા ઉતર-પુર્વ રાજયોમાં હશે. પ્રયાસ છે કે પ્રાથમીક સ્વરૂપમાં ટિયર-1 અને ટિયર-2 શહેરો વચ્ચે આવાગમનને વધુ વધારવામાં આવશે. તેમાં નાના વિમાનોને પણ પ્રાથમીકતા અપાઈ છે.

સાથે સાથે હેલિકોપ્ટરને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સિંધીયાએ જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે અંતિમ છેવાડા સુધી વિમાનની સેવાઓની કનેકટીવીટી રહે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ વધુમાં કહ્યું હતું કે સરકાર પોતાની એરલાઈન શરૂ નહીં કરે. જો કે, 20 વર્ષ બાદ દેશમાં નવી એરલાઈન્સ શરૂ થઈ રહી છે.

આ ક્ષેત્રમાં પહેલા એક પછી એક કંપની બંધ થઈ રહી હતી. જો કે હવે હાલત બદલી રહી છે. અકાસા આવી ગઈ છે અને ઝડપથી જેટ એરવેઝ પણ નવી રીતે બહાર આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement