બાંગ્લાદેશ પ્રવાસમાં રવીન્દ્ર ‘આઉટ’: ઑલરાઉન્ડર શાહબાઝ અહમદ ‘ઈન’

24 November 2022 10:33 AM
India Sports World
  • બાંગ્લાદેશ પ્રવાસમાં રવીન્દ્ર ‘આઉટ’: ઑલરાઉન્ડર શાહબાઝ અહમદ ‘ઈન’

યશ દયાલની જગ્યાએ ફાસ્ટ બોલર કુલદીપ સેનને ટીમમાં સમાવાયો: બાંગ્લાદેશ સામે ઈન્ડિયા ‘એ’ ટીમની કમાન અભિમન્યુ ઈશ્વરન પાસે રહેશે

નવીદિલ્હી, તા.24
ઑલ ઈન્ડિયા સિલેક્શન કમિટીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે શ્રેણી માટષ રવીન્દ્ર જાડેજા અને યશ દયાલની જગ્યાએ ઑલરાઉન્ડર શાહબાઝ અહમદ અને ફાસ્ટ બોલર કુલદીપ સેનને ટીમમાં સામેલ કર્યો છે. દયાલને પીઠમાં ઈજા થઈ છે તો રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજામાંથી હજુ ફીટ થયો નથી.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે કાલથી ઑકલેન્ડમાં શરૂ થઈ રહેલી ત્રણ વન-ડે મેચની શ્રેણી માટે કુલદીપ સેન અને શાહબાઝ અહમદને ટીમમાં રાખવામાં આવ્યા હતા પરંતુ હવે આ બન્ને બાંગ્લાદેશ જનારી ટીમનો હિસ્સો બનશે. ન્યુઝીલેન્ડ પ્રવાસે વન-ડે રમવા ગયેલી ભારતીય ટીમમાં આ બન્ને ખેલાડીઓના રિપ્લેસમેન્ટ તરીકે કોઈ અન્ય ખેલાડીને જોડવામાં આવ્યો નથી.

એટલું જ નહીં ભારતીય પસંદગીકારોએ બાંગ્લાદેશ ‘એ’ વિરુદ્ધ રમાનારા બે ચાર દિવસીય મુકાબલા માટે ભારત ‘એ’ ટીમની પસંદગી કરી છે જેની કમાન અભિમન્યુ ઈશ્ર્વરનને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં રોહન કુન્નુમલ, યશસ્વી જયસ્વાલ, યશ ધુલ, સરફરાઝ ખાન, તીલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમેાર, નવદીપ સૈની અને અતીતશેઠને સમાવવામાં આવ્યા છે.

બાંગ્લાદેશ પ્રવાસે વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વા.કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન.


Related News

Advertisement
Advertisement
Advertisement