T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડે વન-ડેમાં નંબર વનની ખુરશી ગુમાવી: ન્યુઝીલેન્ડ પ્રથમ ક્રમે

24 November 2022 10:41 AM
India Sports World
  • T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડે વન-ડેમાં નંબર વનની ખુરશી ગુમાવી: ન્યુઝીલેન્ડ પ્રથમ ક્રમે

જો વન-ડે શ્રેણીમાં ભારત ન્યુઝીલેન્ડને 3-0થી હરાવી દે તો બની જશે નંબર વન, 2-1થી જીતશે તો બન્ને સંયુક્ત રીતે પ્રથમ ક્રમે પહોંચશે

નવીદિલ્હી, તા.24
ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે મળેલી 3-0ની હારથી ઈંગ્લેન્ડને આઈસીસી રેન્કીંગમાં મોટું નુકસાન થયું છે અને તેણે નંબર વનની ખુરશી ગુમાવી દીધી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ ફરી નંબર વન બની ગઈ છે. ઈંગ્લેન્ડે આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યુઝીલેન્ડને પછાડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે પાકિસ્તાનને પછાડીને ઑસ્ટ્રેલિયા નંબર-4 પર પહોંચી ગયું છે.

ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડના ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલાં 119 રેટિંગ પોઈન્ટ હતા પરંતુ ત્રણ હારને કારણે ઈંગ્લેન્ડે 6 પોઈન્ટ ગુમાવ્યા છે. હવે તેના 113 રેટિંગ પોઈન્ટ છે. આવામાં 114 રેટિંગ પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડ ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે ભારત 112 રેટિંગ અંક સાથે ભારત ત્રીજા ક્રમે છે જ્યારે ઑસ્ટ્રેલિયા 112 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. ભારતના કુલ પોઈન્ટ (3802) ઑસ્ટ્રેલિયાના કુલ પોઈન્ટ (3572)થી વધુ છે.

ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાછલા બે વર્ષથી વન-ડે રેન્કીંગમાં નંબર વનની ખુરશી માટે એકબીજાને પછડાટ આપી છે. ન્યુઝીલેન્ડે મે-2021માં ઈંગ્લેન્ડને પાછળ છોડીને પ્રથમ ક્રમ મેળવ્યોહતો અને સપ્ટેમ્બર-2022 સુધી આ સ્થાન પર ટકી રહ્યું હતું પરંતુ ઑસ્ટ્રેલિયા સામે હાર્યાબાદ પોતાની ખુરશી ગુમાવી દીધી હતી.

બીજી બાજુ કાલથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી શરૂ થવાની છે ત્યારે ટીમ ઈન્ડિયા જો ન્યુઝીલેન્ડને 3-0થી પરાજિત કરે છે તો તે નંબર વન બની જશે અને જો 2-1થી જીત મેળવે તો બન્ને સંયુક્ત રીતે પ્રથમ ક્રમે પહોંચશે.


Related News

Advertisement
Advertisement
Advertisement