મોદી બ્રાન્ડની સાડીઓ અને શો-રૂમમાં ડીસ્પ્લે સ્ટેચ્યુમાં ‘આપ’ના ખેસ

24 November 2022 11:31 AM
Surat Elections 2022 Gujarat Politics
  • મોદી બ્રાન્ડની સાડીઓ અને શો-રૂમમાં ડીસ્પ્લે સ્ટેચ્યુમાં ‘આપ’ના ખેસ

સુરત એ ભારતનું ટેક્સટાઈલ હબ છે તો તેમાં પ્રચાર માટેની પણ અનેકવિધ સામગ્રીઓ સુરતમાં જ બને છે અને હાલમાં જ ભાજપની સભાઓમાં સુરતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોવાળી સાડીઓએ ધૂમ મચાવી છે.

દાહોદની સભામાં એક મહિલાએ આ સાડી પહેરી હતી અને તે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ અને ત્યારબાદ સુરતમાં ભાજપે આ પ્રકારની સાડીઓના જબરા ઓર્ડર આપી દીધા છે અને હવે તે વિવિધ સભાઓમાં દેખાઈ રહી છે.

તો બીજી તરફ સુરતમાં અનેક શો-રુમમાં ડીસ્પ્લે માટે જે પુરુષોના સ્ટેચ્યુ રખાયા હોય છે તેમાં કોટ, પેન્ટ વગેરેનીસાથે સ્ટેચ્યુને આમ આદમી પાર્ટીની ટોપી અને પીળા ખેસ પહેરેલા દર્શાવાયા છે અને તેની આસપાસ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા. સુરતના અનેક શો-રુમમાં આ પ્રકારે ડીસ્પ્લેએ જબરુ આકર્ષણ જમાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement