નલિયામાં તિવ્ર ઠંડીનું આગમન:11.9 ડિગ્રી

24 November 2022 11:43 AM
Rajkot Gujarat
  • નલિયામાં તિવ્ર ઠંડીનું આગમન:11.9 ડિગ્રી

ગાંધીનગર પણ 12.4 ડિગ્રી સાથે ઠંડુ: અમરેલી, અમદાવાદ, ડીસામાં-14 ડિગ્રી તથા રાજકોટમાં સવારે ઠંડા પવન સાથે 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ,તા.24
કચ્છમાં નલિયા ખાતે આજે ચાલુ સિઝનની હાઈએસ્ટ ઠંડી નોંધાઈ હતી. આજરોજ સવારે નલિયાનું લઘુત્તપ તાપમાન બે ડિગ્રી જેટલું ગગડતા આજે સવારે 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે,કે ગઈકાલે નલિયામાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત આજે રાજયમાં સૌથી વધુ ઠંડીમાં બીજા ક્રમે ગાંધીનગર રહ્યું હતું. અત્રે આજે સવારે લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાતા પાટનગર વાસીઓ, ધ્રુજી ગયા હતાં.
તેમજ આજે પણ અમરેલી અમદાવાદ, વડોદરા, ડિસા ખાતે પણ તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો.અમરેલી શહેરમાં આજે સવારે 14.7 ડિગ્રી, અને અમદાવાદમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.તથા ડિસા ખાતે પણ 14.4 ડિગ્રી સાથે ઠંડક અનુભવાઈ હતી.

તેમજ આજે સવારે વડોદરામાં -15, ભાવનગરમાં-16,તથા ભૂજ ખાતે -17 ડિગ્રી અને દમણમાં-17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. દરિયા કાંઠાનાં દિવ ખાતે પણ આજે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. દિવમાં આજે સવારે 16.3 ડિગ્રી વઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. તથા દ્વારકામાં 19.9, કંડલામાં 17.1, ઓખામાં 21.8 અને પોરબંદરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે, રાજકોટ શહેરમાં આજે સવારે પણ પવન 7-કિ.મીની ઝડપે ફુંકાતા શિત લહેર સાથે લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું. તથા આજે સવારે સુરતમાં 17.5 અને વેરાવળમાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement