અમિત શાહે જસદણની સભામાં કુંવરજીભાઈના કામની બેઠક ગણાવી

24 November 2022 11:46 AM
Jasdan Elections 2022 Gujarat Politics
  • અમિત શાહે જસદણની સભામાં કુંવરજીભાઈના કામની બેઠક ગણાવી

પુરૂષોતમ રૂપાલાએ પણ સ્વીકાર્યું કે, અમે જેમને હરાવી શકતા નથી તેને અમે સાથે લઇ લઇએ છીએ

ગઇકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ જસદણમાં ચૂંટણી પ્રચારમા હતા તે સમયે ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આ બેઠકને સભાની નહીં કામની બેઠક ગણાવી હતી અને એ પણ જણાવ્યું કે હું કુંવરજીભાઈને લાંબા સમયથી ઓળખુ છું.તેઓ વિધાનસભામાં નાની-નાની ચિઠ્ઠી લઇ આવતા હતા અને તેઓએ જસદણના પ્રશ્નો ખુબ જ જાગૃતિ સેવી છે અને તેથી જ કુંવરજીભાઈ જસદણથી જીતતા આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કુંવરજીભાઇએ આ બેઠક જીતી હતી અને બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને કેબીનેટ મંત્રી પણ બન્યા પરંતુ નો-રિપીટ થિયરીમાં તેઓ માટે મંત્રીપદ દૂર થઇ ગયું. હવે નવી સરકાર આવશે ત્યારે ફરી એક વખત તેમને મંત્રી પદ મળે તેવી શક્યતા છે.

અમિત શાહે જે રીતે વખાણ કર્યા તે દર્શાવે છે કે, ભાજપ કુંવરજીભાઈનો મુકાબલો કરી શકે તેમ નથી તેથી સાથે જ લઇ લીધા છે. ગઇકાલે જોગાનુજોગ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ આડકતરી રીતે આ વાત કરી દીધી છે કોંગ્રેસના જે ઉમેદવારો કે જેમને અમે હરાવી શકતા નથી તેને અમે સાથે લઇ લઇએ છીએ.

તેમનો ઉલ્લેખ છોટાઉદેપુરની બેઠકના કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભણી હતો તેઓ ચૂંટણીની જાહેરાત સાથે ભાજપમાં ભળી ગયા અને ભાજપે તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટીકીટ આપી છે. મોહનસિંહ આ બેઠક પર 10 ટર્મ જીત્યા છે અને હવે ફરી જીતે તેવી શક્યતા હોવાથી ભાજપે તેમને સાથે લઇ લીધા.


Related News

Advertisement
Advertisement
Advertisement